અમદાવાદ : નિર્માતા આનંદ પંડિતે અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી અને કેબિનેટ મિનિસ્ટર માટે મચ અવેઇટેડ ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનું સ્પેશિયલ સ્ક્રીનીંગ રાખ્યું હતું. આ ફિલ્મ ૨૦૧૯ની સૌથી વધારે ચર્ચિત ફિલ્મ બની ગઈ છે અને પ્રેક્ષકો તેને જોવા માટે રાહ જોઇ શકતા નથી. હાલના વડા પ્રધાનના જીવન પર બનેલ ફિલ્મમાં વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં છે અને ફિલ્મ ૨૪ મી મેના રોજ રિલીઝ થવા તૈયાર છે.
પીએમ નરેન્દ્ર મોદીની રિલીઝ પર નિર્માતા આનંદ પંડિત કહે છે, “ઇન્ડસ્ટ્રીઝ માટે એકજૂથ થવાનો સમય. પીએમ નરેન્દ્ર મોદી – ફિલ્મ માત્ર એક સિનેમેટિક જર્ની નથી, પરંતુ એક વ્યક્તિગત રુપથી ન્યાય માટે સંધર્ષ કરી રહી છે. આ એક ઇન્ડસ્ટ્રીઝના રુપમાં એકજૂથ થવાનો અને સિનેમેટિક પ્રયાસને સમર્થન કરવાનો સમય છે જેનો કોઇ એજન્ડા નથી.
રિલીઝની પહેલાં આનંદ પંડિતે ફિલ્મ બિરાદરી માટે અપીલ કરી છે. “સમય અને અગેઇન આર્ટ અને ક્રિએટીવીટીને રાજનીતીની વેદી પર પડકારોનો સામનો કરવો પડ્યો છે. અમે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝના રુપમાં, સોફ્ટ ટાર્ગેટ છીએ. આપણે આ પડકારોનો સામનો કરવા માટે એકજૂથ થવું જોઇએ અને એવા સમયમાં એક-બીજાનું સમર્થન કરવું જોઇએ.”
સંદિપ સિંહ, આનંદ પંડિત દ્વારા નિર્મિત અને બાયોપિક માઇસ્ટ્રો ઓમંગ કુમાર દ્વારા ડિરેક્ટેડ, આ બહુપ્રતીક્ષિત બાયોપિકમાં એક કલાકારોની ટૂકડી સામેલ છે જેમાં બહુમાન અભિનેતા વિવેક આનંદ ઓબેરોય ‘પીએમ નરેન્દ્ર મોદી’ના રોલમાં છે.
નિર્માતા આનંદ પંડિતની ફિલ્મ બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીને પૂરી ટીમ સાથે ‘રાજકારણીઓના હાથમાં બોલીવુડનો ઉત્તમ લક્ષ્યાંક બનવા’ ફિલ્મને રિલીઝ કરવામાં સૌથી કઠિન સમયનો સામનો કરવો પડ્યો છે.