દિલ્હીની કેજરીવાલ સરકારને ગૃહમંત્રાલયે મોટો ઝટકો આપ્યો છે. ગૃહમંત્રાલયે તેમના 9 સલાહકારો પર કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયે આતિશી માર્લેના અને રાઘવ ચડ્ડા સહિત 9 સલાહકારોને તેના પદ પરથી હટાવ્યા છે.
જેમાં મુખ્યમંત્રી કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાના સલાહકારોનો પણ સમાવેશ થાય છે. ગૃહમંત્રાલયે તેમની નિયુક્તિ કાયદેસર નથી તેમ ગણાવીને રદ્દ કરી છે. આ 9 સલાહકાર ત્રણ વર્ષથી કેજરીવાલ સરકારના જુદા-જુદા વિભાગો સાથે સંકળાયેલા હતા.
જેમાં આતિશી માર્લેના અને રાઘવ ચડ્ડા મોટાં નામ છે. આતિશી માર્લેના શિક્ષણ વિભાગમાં સાલહકાર હતા અને રાઘવ ચડ્ડા નાણાંકિય મામલાના સલાહકાર હતા. તેમના પર આ પ્રકારની કાર્યવાહી થવા પર કેજરીવાલ સરકારે જણાવ્યું કે, ત્રણ વર્ષ બાદ આ નિયુક્તિ રદ્દ કરવું ખોટું છે. સરકારનો તર્ક છે કે સલાહકારના પદો પર નિયુક્તિ મુખ્યમંત્રી જ કરી શકે છે તેવામાં નિયુક્તિઓ રદ્દ કરવી સરકારના કામમાં અવરોધ ઊભો કરવાનો છે.