માઓવાદી સમર્થકની વિરુદ્ધ કાર્યવાહી : ૫૦૦ની ધરપકડ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

રાયપુર: કેન્દ્રિય રિઝર્વ પોલીસ બળના મહાનિર્દેશક આરઆર ભટ્ટનાગરે માહિતી આપતા કહ્યુ છે કે જુદા જુદા રાજ્યોમાં માઓવાદી સમર્થકોની સામે મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક વર્ષના ગાળામા જ છત્તિસગઢમાં સુર૭ા દળોએ આવા ૫૦૦ લોકોની ધરપકડ કરી છે. ભટ્ટનાગરે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ છે કે ડાબેરી બળવાખોરોને તેમના નેટવર્ક ફેલાવવાના કૃત્યથી રોકવા માટે આ ઓપરેશન ચાલુ રહ્યુ છે. તેમના ખાતાના ઇરાદા સાથે જુદા જુદા રાજ્યોના પોલીસ ફોર્સની સાથે મળીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સીઆરપીએફે દેશના જુદા જુદા રાજ્યોમાં બળવાખોરોનો સામનો કરવા માટે એક લાખ જવાનોને તૈનાત કર્યા છે. સાથે સાથે જવાનો માટે મોટી માત્રામાં હથિયારો અને ગેજેટ મોકલ્યા છે. મહાનિર્દેશકે કહ્યુ છે કે અમે ગ્રામીણ વિસ્તારમાં જઇ રહ્યા છીએ. અમે આ બાબતની ખાતરી કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ કે માઓવાદીઓના સમર્થક કાર્યકરો, જન મિલેશિયા અને તેમને ગુપ્ત અને સ્થાનિક સહકાર આપનાર લોકોની સામે કાર્યવાહી કરવામાં આવે. અમે સ્થાનિક પોલીસની સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે જાઇ રહ્યા છીએ કે જે લોકોની ઓળખ કરવામાં આવી છે તે માઓવાદી લોકોના સમર્થક રહ્યા છે.

છત્તિસગઢમાં છેલ્લા એક સપ્તાહના ગાળામાં જ ૫૦૦થી વધારે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. માઓવાદીઓને હાલમાં મળી રહેલા ટેકાને ઘટાડી દેવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે મોટી સંખ્યામાં નક્સલવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. તેમની સંખ્યા સેંકડોમાં છે. બીજી બાજુ નક્સલવાદી હિંસાની ગતિવિધીમાં આ વર્ષે ઉલ્લેખનીય ઘટાડો થયો છે.માઓવાદી ગતિવિધી હવે દિન પ્રતિદિન ઘટી રહી છે જે સરકારોની સફળતાને રજૂ કરે છે.

Share This Article