સગર્ભાવસ્થાથી લઇને ડિલીવરી બાદ સુધી ૭૫ ટકા મહિલાઓમા વજન વધવા જેવા તકલીફ આવે છે. આને પોસ્ટ બેબી ફેટ પણ કહેવામાં આવે છે. આના માટે કેટલાક કારણો રહે છે. પોસ્ટ બેબી ફેટને ટાળવા માટે કેટલીક બાબતોને નિયમિતરીતે અને ગંભીર રીતે ધ્યાનમાં લેવામાં આવે તો આ તકલીફને ટાળી શકાય છે. પરંતુ આ બાબતો તરફ મહિલાઓ ધ્યાન આપતી નથી જેથી આવી તકલીફ થઇ જાય છે. પોસ્ટ બેબી ફેટની તકલીફને ટાળવ માટે યોગ્ય ભોજન અને દેખરેખ મહત્વપૂર્ણ છે. ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ બાદ કઇ બાબતોને ધ્યાનમાં રાખીને ફિટ રહી શકાય છે. જાણકાર નિષ્ણાંતો અને તબીબો નક્કરપણે માને છે કે એક વખતમાં જ પૂર્ણ ડાઇટ ક્યારેય લેવી જોઇએ નહી. એક વખતમાં પૂર્ણ ડાઇટ લેવાના બદલે બે ત્રણ વખત ડાઇટ કરીને આગળ વધવાની જરૂર હોય છે. જરૂર કરતા વધારે પ્રમાણમાં શુગરનો ઉપયોગ કરવો જોઇએ નહી.
નેચરલ રીતે ગળી ચીજો જે હોય છે તે ડાઇટમાં લેવી જોઇએ. જેમાં જ્યુસ અને અન્ય ચીજાનો સમાવેશ થાય છે. સગર્ભાવસ્થા દરમિયાન કેટલીક ચીજા વધારે પસંદ કરવામાં આવે છે પરંતુ તબીબો કહે છે કે ખાટી મિઠી કોઇ પણ ચીજ મર્યાદિત પ્રમાણમાં જ લેવી જોઇએ.તબીબો એમ પણ કહે છે કે સગર્ભા વસ્થા દરમિયાન વજનને નિયંત્રિત રાખવામાં આવે તે જરૂરી છે. સાથે સાથે જે રૂટિન કામો હોય છે તે બંધ કરવા જોઇએ નહી. રૂટીન કામ ધીમે ધીમે જાળવી રાખવા જોઇએ. ઘરની સાફ સફાઇની કામગીરી ચાલુ રાખી શકાય છે. આ ઉપરાંત કુકિંગને પણ ચાલુ રાખી શકાય છે. ગાર્ડનિંગને પણ જારી રાખી શકાય છે. સગર્ભાવસ્થા દરમિયાન જો યોગ અને સ્ટ્રેચિગની ટેવ જારી રહે તો તે શરીર માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. હળવી કસરત કરવાથી સીધો ફાયદો થાય છે. શરીરમાં પાણીની કમીને કોઇ પણ કિંમતે થવા દેવી જોઇએ નહી. દિવસ દરમિયાન કમ સે કમ ૮-૧૦ ગ્લાસ પાણી પીવામાં આવે તે જરૂરી છે. બાળકના જન્મ બાદ પણ પણ કેટલીક કાળજી રાખી શકાય છે.
પેટના આસપાસના હિસ્સાની માંસપેશીને મજબુત કરવા માટે પ્રસુતિના દોઢ મહિના બાદથી યોગાસન અને અન્ય શારરિક કસરત ચોક્કસપણે કરવી જોઇએ. કોઇ પણ સમયના ભોજનને છોડવાના કોઇ પ્રયાસ કરવા જોઇએ નહી. તબીબ દ્વારા દર્શાવવામાં આવેલા ડાઇટ ચાર્ટને અસરકારકરીતે ફોલો કરવામાં આવે તે પણ જરૂરી છે. ભોજનમાં ફાયબરયુક્ત ભોજનનો ઉપયોગ કરવાની જરૂર રહે છે. જેમાં અનાજનો સમાવેશ થાય છે. દિવસ દરમિયાન ૧૫-૨૦ મિનિટ સુધી હળવી વોકિગ કરવામાં આવે તે પણ ઉપયોગી છે. પ્રસુતિના પ્રથમ છ મહિના સુધી સ્તન પાન પણ જારી રાખવા માટેની સલાહ નિષ્ણાત તબીબો આપે છે. આનાથી દિવસ દરમિયાન ૫૦૦ કેલોરી ઘટી જાય છે. થોડાક દિવસ સુધી પાચન ક્રિયા યોગ્ય રીતે રહે તે માટે ખાવાપીવાની ચીજનો ઉપયોગ કરવો જોઇએ.
મિઠાઇ. મીઠુ અને તેલ ઘી જેવી ચીજો મર્યાિદત પ્રમાણમાં જ લેવામાં આવે તે જરૂરી છે. માનસિક રીતે બાળકના આગમનને લઇને ઉતાવળ કરવી જોઇએ નહી. ધૈર્ય જાળવી રાખવામાં આવે તે જરૂરી છે. કેટલાક કેસમાં વધારે પ્રમાણમા ટેન્શન રાખવાથી પણ વજન વધે છે. ડાઇટિગ કોઇ કિંમતે કરવી જોઇએ નહી. જીમ જઇને વજન કન્ટ્રોલ કરવા ઇચ્છુક મહિલાઓએ પહેલા તબીબોની સલાહ ચોક્કસપણે લેવી જોઇએ. કસરત દરમિયાન પણ હૈવી અને પેટ પર વધારે દબાણ આવે આવે તેવી કસરત ટાળવી જોઇએ. પોસ્ટ બેબી ફેટને લઇને આધુનિક મહિલાઓની ફરિયાદ વધારે રહે છે. આ ફરિયાદને દુર કરવા માટે કેટલીક સલાહ તમામ લોકો આપે છે પરંતુ સલાહ મુજબ મહિલાઓ ચાલતી નથી. જેથી સમસ્યા વધી છે. પોસ્ટ બેબી ફેટ એક વખતે થઇ ગયા બાદ તેને કાબુમાં લેવાની બાબત શક્ય હોતી નથી.