પ્રિયંકા ચોપરા હવે હોલિવુડમાં પણ એટલી ફેમસ થઇ ગઇ છે જેટલી તે ભારતમાં છે. હાલમાં જ તે પ્રિન્સ હેરી અને તેની મિત્ર મેગનના શાહી લગ્નમાં જોવા મળી હતી. લવન્ડર કલરના આઉટફીટમાં તે દીપી ઉઠી હતી. ભારતીય મિડીયા સિવાય ઇન્ટરનેશનલ મિડીયાએ પણ પ્રિયંકાની હાજરીના ન્યૂઝ લીધા હતા.
પ્રિયંકા શાહી રિસેપ્શનમાં પણ ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી. તે આઉટફીટમાં પ્રિયંકા શોભી ઉઠી હતી. લૂકને કમ્પલિટ કરવા માટે તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા અને મોટી બુટ્ટી પણ પહેરી હતી. ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપરા શાહી રિસેપ્શનમાં છવાઇ ગઇ હતી.
શાહી વેડિંગમાં પણ પ્રિયંકાનો આગવો અંદાજ હતો. બ્લેઝર સાથે પેલ્સિલ સ્કર્ટમાં પ્રિયંકા ખુબ બ્યૂટિફૂલ લાગી રહી હતી. હેટ પહેરીને તે અદ્દલ વિદેશી મેમ જેવી જ લાગી રહી હતી. બહેનપણીના લગ્નમાં તેની ખુશીનો પાર ન હતો.