અમેઠી : લાંબા ઇંતજાર બાદ ગાંધી પરિવારની ત્રીજી પેઢી પ્રિયંકા ગાંધી વાઢેરાએ દેશની રાજનીતિમાં સક્રિયરીતે ઉતરી જવાની જાહેરાત કરી દીધી હતી. આની સાથે જ આ અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. જાણકાર લોકોનું કહેવું છે કે, મોદી અને યોગીની જાડી તથા સમાજવાદી પાર્ટી-બસપા ગઠબંધનની વચ્ચે પ્રિયંકા ગાંધીનો કરિશ્મો થાય તેવી શક્યતા ખુબ ઓછી દેખાઈ રહી છે. વારાણસી હિન્દુ યુનિવર્સિટીમાં રાજનીતિશા†ના પ્રોફેસર કૌશલ કિશોર મિશ્રાનું માનવું છે કે, પ્રિયંકા ગાંધીના સક્રિય રાજનીતિમાં આવવાથી પૂર્વીય ઉત્તરપ્રદેશની ૩૦ સીટો ઉપર કોઇ ખાસ અસર થશે નહીં.
તેમણે કહ્યું હતું કે, પૂર્વાંચલની વારાણસી સીટ પરથી વડાપ્રધાન મોદી ચૂંટણી લડે છે. તેમના પ્રભાવને ઘટાડવા માટે કોંગ્રેસે બ્રહ્મા†નો ઉપયોગ કર્યો છે. પ્રિયંકા ગાંધી પહેલા પડદા પાછળથી રાજનીતિ કરતા રહ્યા છે. પ્રોફેસર કિશોરે કહ્યં છે કે, યુવા મુÂસ્લમો કોંગ્રેસનો સાથ આપી શકે છે જ્યારે મુલાયમના સમર્થકો સપાની સાથે રહી શકે છે. આનાથી મુÂસ્લમ વોટનું વિભાજન થશે. ભાજપ પણ ઇચ્છે છે કે, મુÂસ્લમ વોટનું વિભાજન થાય. પૂર્વીય ઉત્તરપ્રદેશમાં ત્રિકોણીય જંગ થશે. પ્રિયંકા ગાંધીની એન્ટ્રી થવાથી ભાજપ કરતા બસપ અને સપાને વધારે નુકસાન થશે. રાજકીય નિષ્ણાતો જેપી શુક્લાનું કહેવું છે કે, પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં આવવાથી માત્ર મનોવૈજ્ઞાનિક અસર થશે. કોંગ્રેસ પાર્ટીને રાજકીય લાભ થશે નહીં. પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહિત થઇ શકે છે પરંતુ આ પગલું ખુબ મોડેથી લેવામાં આવ્યું છે. આનાથી કોઇ વધુ ફાયદો થશે નહીં. પ્રિયંકાની એન્ટ્રીથી ઉત્તરપ્રદેશમાં કોઇ ખાસ અસર થશે નહીં. માત્ર કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ વધશે. કોંગ્રેસના મત ગયા વખતની જેમ જ આ વખતે પણ બની રહ્યા છે તે બાબત મુશ્કેલરુપ દેખાઈ રહી છે. કોંગ્રેસ માટે Âસ્થતિ યુપીમાં આશાસ્પદ દેખાઈ રહી નથી.
કોંગ્રેસ પાર્ટી સપાની સાથે રહીને ચૂંટણી લડવા ઇચ્છુક હતી. પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં એન્ટ્રી કરતા કાર્યકરોમાં ઉત્સાહ વધશે. જા કે, યુપીમાં કોંગ્રેસને કોઇ મોટો ફાયદો થાય તેવ શક્યતા ઓછી દેખાઈ રહી છે. ૨૦૦૯ની ચૂંટણીમાં પૂર્વીય ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો. ગોરખપુર નજીક મહારાજગંજ ઉપરાંત બહરાઈચ, બારાબંકી, રાયબરેલી, અમેઠી, ફૈઝાબાદ સીટ ઉપર જીત મેળવી હતી. ફુલપુરમાંથી પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ સાંસદ હતા.