મુંબઇ બાદ બ્રાઝીલ પહોંચ્યા પ્રિયંકા-નિક

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજકાલ મિડીયામાં છવાયેલી છે. હાલમાં જ પોતાના કથિત બોયફ્રેંડ નિક જોનાસને લઇને મુંબઇ આવી હતી. જ્યાં બંને એક બીજાના હાથમાં હાથ નાંખીને ફરતા જોવા મળ્યા હતા. રેસ્ટોરન્ટમાં સાથે જમતા અને ગોવામાં પણ ફેમિલિ સાથે આઉટિંગ કરતા નજરે ચડ્યા હતા. મુકેશ અંબાણીના દિકરાની સગાઇમાં પણ બંને સાથે પહોંચ્યા હતા.

મુંબઇથી સીધા અમેરિકા ના જતા પ્રિયંકા અને નિક બ્રાઝીલ ગયા છે. 30 જૂન અને 1 જુલાઇએ નિકનો મ્યુઝીક કોન્સર્ટ બ્રાઝીલમાં છે. જેમાં પ્રિયંકા પણ નિકને સાથ આપશે. પ્રિયંકા નિક જોનાસ કરતા 10 વર્ષ મોટી છે. અફવા છે કે પ્રિયંકા અને નિક જલ્દી જ સગાઇ કરી શકે છે.

પ્રિયંકા નિક સાથે મુંબઇ આવી તેનુ કારણ તે માનવામાં આવે છે કે, પ્રિયંકાની માતા મધુને મળાવવા માટે નિકને અમેરિકાથી મુંબઇ લાવી હતી. માતાની અનુમતિ મળતા જ નિક અને પ્રિયંકા સગાઇ કરી તેમનો સંબંધ જગજાહેર કરી શકે છે.

Share This Article