સ્ટાર પ્રિયંકા ચોપડાએ સલમાન ખાન સાથેની ભારત ફિલ્મને આખરે છોડી દીધી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ બોલિવુડના સુલ્તાન અને દબંગ સ્ટાર સલમાન ખાનની સાથે ફિલ્મ પ્રિયંકા ચોપડાએ છોડી દીધી છે. આ સાથે જ બોલિવુડમાં એક પ્રકારની નવી ચર્ચા છેડાઇ ગઇ છે. સલમાન ખાનના ચાહકો તેની સાથે પ્રિયંકાને જાવા માટે ઉત્સુક હતા. કારણ કે લાંબા સમય બાદ આ જાડી ચમકનાર હતી. હવે ચાહકોની આ ઇચ્છા પૂર્ણ થનાર નથી.કારણ કે પ્રિયંકા ચોપડાએ ફિલ્મ છોડી દીધી છે.

નિક જોનસ સાથે લગ્ન કરવાની યોજના હોવાના કારણે ફિલ્મ છોડી દેવામાં આવી છે. આ ફેરફાર ગુરૂવારના દિવસે કરવામાં આવ્યા બાદ તમામ લોકો ચોંકી ઉઠ્યા છે. પ્રિયંકા ચોપડા એકાએક ખસી જવાના કારણે સલમાન ખાન પોતે પણ ચોંકી ગયો છે. પ્રિયંકા ટુંક સમયમાં જ ભારત ફિલ્મ માટે શુટિંગ શરૂ કરનાર હતી. આના માટે તેને જંગી ફી પણચુકવી દેવામાં આવી હતી. હવે તે ફિલ્મમાંથી ખસી ગઇ છે.

આ ઉપરાંત તે ફરહાન અખ્તરની ધ સ્કાય ઇઝ પિન્કનુ શુટિંગ પણ કરનાર હતી. જો કે આ ફિલ્મ પણ પ્રિયંકાએ છોડી દીધી હોવાના હેવાલ મળ્યા છે. સલમાન ખાન તો ફિલ્મનુ શુટિંગ શરૂ કરી ચુક્યો છે. ફિલ્મમાં સલમાન ખાનની ભૂમિકા ૧૮ વર્ષના યુવાનને લઇને ૭૦ વર્ષની વ્યક્તિની રાખવામાં આવી છે. આના માટે સલમાન ખાને પોતાના લુક માટે પણ તૈયારી કરી લીધી હતી.

ભારત ફિલ્મનુ નિર્દેશન અબ્બાસ જફર કરી રહ્યા છે. જેમાં તે દિશા સાથે નજરે પડનાર છે. અલી જફરે હવે કહ્યુ છે કે પ્રિયંકા ચોપડા હવે ફિલ્મના હિસ્સા તરીકે નથી. સાથે સાથે તેઓએ નિક સાથે પ્રિયંકા ચોપડાના લગ્નને લઇને સંકેતો પણ આપ્યા છે. હાલમાં પ્રિયંકા ચોપડા આંગળીમાં ડાઇમંડ રિંગ પહેરેલી દેખાઇ હતી. ત્યારબાદથી ચર્ચા ચાલી રહી હતી કે પ્રિયંકા નિક સાથે સગાઇ કરી ચુકી છે. પ્રિયંકા હવે ભારત છોડી રહી છે.

Share This Article