નવી દિલ્હી : આગામી લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ વડા રાહુલ ગાંધી એક્શન મોડમાં આવી ગયા છે. બહેન પ્રિયંકાને કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વીય યુપીના પ્રભારી દેવામાં આવ્યા બાદ રાહુલ ગાંધી વધુ સક્રિય દેખાઈ રહ્યા છે. સોનિયા ગાંધીની પરંપરાગત સંસદીય સીટ રાયબરેલીમાં રાહુલે કહ્યું હતું કે, ઔપચારિક જવાબદારી સહાસચિવની સંભાળતાની સાથે જ પ્રિયંકા સૌથી પહેલા રાયબરેલી આવશે અને સ્થાનિક લોકો અંગે માહિતી મેળવશે.
પ્રિયંકા ગાંધીના આ વખતે રાયબરેલી ચૂંટણીથી મેદાનમાં ઉતરવાની શક્યતા દેખાઈ રહી છે. સોનિયા ગાંધીની જગ્યાએ રાયબરેલીમાંથી મેદાનમાં ઉતરી શકે છે. બે દિવસના પ્રવાસે ઉત્તરપ્રદેશ પહોંચેલા રાહુલ ગાંધીએ આજે રાયબરેલીમાં વડાપ્રધાન ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ચોકીદાર હંમેશા ખોટા નિવેદન કરે છે. રાફેલ, નોટબંધી, નોકરી અને સીબીઆઈ ડિરેક્ટરના મુદ્દા ઉપર વડાપ્રધાન ઉપર પ્રહાર કર્યા હતા.