સલમાન પર પડી પ્રિયંકા ભારે..!!

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

સલમાન ખાનનો મિજાજ દરેક કરતા અલગ છે. તે કોઇને વિશ પણ કરે તો અલગ જ સ્ટાઇલમાં કરે છે. થોડા સમય પહેલા ખબર આવી હતી કે 10 વર્ષ બાદ પ્રિયંકા ચોપરા અને સલમાન ખાન ફરી એકસાથે દેખાશે. હવે આ વાત કનફર્મ થયા બાદ સલમાન ખાને ટ્વિટ કરીને પ્રિયંકાને મજાક મજાકમાં કહી દીધુ કે વેલકમ્સબેક ટુ હોમ પરંતુ આ ફિલ્મ હિન્દીમાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી પ્રિયંકા ક્વોન્ટિકાની 3 સિરીઝ કરી ચૂકી છે સાથે જ ઘણી ફિલ્મ પણ હોલિવુડની કરી ચુકી છે અને અમુક ફિલ્મ ભવિષ્યમાં રિલીઝ થવાની છે. માટે આપણી દેશી ગર્લને બધા વિદેશી ગર્લ સમજવા માંડ્યા છે, ત્યારે પ્રિયંકાએ સલમાનની ટ્વિટનો જવાબ હિન્દીમાં આપ્યો અને કહ્યું કે યુ.પી બરેલીકી પલી બડી હુ જનાબ, દેશી ગર્લ ફોરએવર.

kp.comsalmanpriyankakp.comsalman2

પ્રિયંકાએ મજાક મજાકમાં કહી દીધુ કે તે હાર નહી માને. અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મને અતુલ અગ્નિહોત્રી બનાવવાના છે. પ્રિયંકાને ફિલ્મ પસંદ આવતા તેણે હા પાડી હતી. ફિલ્મ ભારત એક મેચ્યોર લવસ્ટોરી હશે. આ ફિલ્મમાં પ્રિયંકાનો રોલ ખુબ મહત્વનો રહેશે. પ્રિયંકા પહેલા પણ બોલીવુડમાં આવવા માટે સારી ફિલ્મની રાહમાં હતી અને ભારત દ્વારા તે હવે બાલિવુડમાં વાપસી કરશે. ભારત ફિલ્મ કોરિયન ફિલ્મ ઓડ ટુ માઇ ફાધરની રિમેક છે. પ્રિયંકા અને સલમાન મુજસે શાદી કરોગી, સલામ-એ-ઇશ્ક અને ગોડ તુસી ગ્રેટ હોમાં સાથે કામ કર્યુ છે.

Share This Article