હવે પ્રિયંકા વાઢેરાની ૧૨ જુનના દિવસે મિટિંગ થશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

લખનૌ : ઉત્તરપ્રદેશની સાથે સાથે દેશમાં હાલમાં કોંગ્રેસની જે હાલત થયેલી છે તેને લઇને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ઉત્તરપ્રદેશ સહિતના મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીના સુપડા સાફ થઇ ગયા છે. પાર્ટીમાં ધરખમ ફેરફારોને લઇને તૈયારી કરવામાં આવી ચુકી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વીય ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી પણ એક્શનમાં દેખાઇ રહ્યા છે. પ્રિયંકા વાઢેરા આવતીકાલે ૧૨મી જુનના દિવસે રાયબરેલીમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારોની સાથે બેઠક કરનાર છે.

જાણકારી મુજબ આ બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરા, નેતાઓ અને કાર્યકરોની સાથે હારના કારણો પર ચર્ચા કરનાર છે. પાર્ટીની ફેરરચનાના મુદ્દા પર વાતચીત કરવામાં આવનાર છે. કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધી હાલમાં પાર્ટીના ખરાબ દેખાવ બાદ જાહેરમાં ઓછા નજરે પડી રહ્યા છે. રાજીનામુ આપવા માટેની ઓફર પણ કરી ચુક્યા છે જો કે હજુ કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.

Share This Article