ચિન્મયાનંદ બહાને પ્રિયંકાના યુપી સરકાર પર તીવ્ર પ્રહારો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

લખનૌ : ઉત્તરપ્રદેશના શાહજહાપુરમાં પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદની સામે શારરિક શોષણના આરોપ મુકનાર વિદ્યાર્થિની હવે લાપતા થઇ જતા ભારે સનસનાટી મચી ગઇ છે. આના કારણે રાજકીય ગરમી પણ  ચરમસીમા પર પહોંચી ગઇ છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ છે કે ગયા વર્ષે જ બાજપ સરકારે આરોપી ચિન્મયાનંદની સામે રેપના આરોપો પાછા ખેંચી લીધા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર કોની સાથે દેખાઇ રહી છે.

પ્રિયંકા વાઢેરાએ પરોક્ષ રીતે કહ્યુ છે કે સરકાર આરોપી સાથે દેખાઇ રહી છે. પ્રિયંકા ગાંધી વાઢેરાએ કહ્યુ છે કે શાહજહાપુરનો મામલો ઉન્નાવ કાંડ જેવો દેખાઇ રહ્યો છે. કોંગ્રેસ મહાસચિવે ટ્‌વીટ કરીને કહ્યુ છે કે ઉત્તરપ્રદેશમાં એક દિવસ પણ એવા રહેતા નથી જ્યારે યુપી સરકાર મહિલાઓની સુરક્ષાને લઇને વિશ્વાસ જીતી રહી છે.

તેમણે કહ્યુ છે કે આ મામલો ઉન્નાવ જેવો દેખાઇ રહ્યોછે. દરમિયાન વકીલોની એક ટીમ સમગ્ર મામલાને લઇને સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઇ છે. લાપતા થયેલી વિદ્યાર્થીનીના સંબંધમાં તમામ બાબતોની ગંભીર નોંધ લેવામાં આવે તેવી માંગ કરાઇ છે.

Share This Article