પ્રિયંકા અને પરેશાની

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

લોકસભા ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ નવા નવા દાવપેંચ રમી રહ્યા છે. હવે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ નવો દાવ રમ્યો છે. રાહુલે પ્રિયંકા ગાધીને પાર્ટીના મહાસચિવ તરીકે જાહેર કર્યા છે. સાથ ે સાથે પૂર્વીય ઉત્તરપ્રદેશના પ્રભારી  બનાવી દીધા છે. કોંગ્રેસ પાર્ટીએ આ નિર્ણયને રૂટીન તરીકે ગણાવીને તેની પ્રશંસા કરી છે. જા કે પાર્ટી કાર્યકરો અને રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે કે આ રાહુલ ગાંધીનો માસ્ટર સ્ટ્રોક તરીકે છે. કહેવામાં આવી રહ્યુ છે કે લોકોને પ્રિયંકામાં ઇન્દિરા ગાંધીની ઝલક મળે છે.જેથી આના કારણે કોંગ્રેસ પાર્ટીને ફાયદો મળી શકે છે. પાર્ટીની હાલત ઉત્તરપ્રદેશમાં ખુબ ખરાબ છે.

આવી સ્થિતીમાં પાર્ટી વાપસી કરી શકે છે. આ વાસ્તવિકતા છે કે પ્રિયંકા હજુ સુધી તો બે લોકસભા સીટ રાયબરેલી એ અમેઠી સુધી મર્યાિદત રહ્યા છે. ત્યાં તે પ્રજા વચ્ચે સંપર્ક રાખવામાં સફળ રહી છે. તેની ટીવી રજૂઆત પણ સારી રહી છે. જા કે મોટી ભૂમિકા અદા કરવામાં તે કેટલી સફળ રહે છે તે બાબત તો સમય બતાવશે. કોંગ્રેસ પાર્ટી હાલમાં તેમને લઇને મોટા મોટા દાવા કરવા માટે તૈયાર નથી. હાલમાં કોંગ્રેસની સામે સૌથી મોટો પડકાર તો બસપ અને સપાના ગઠબંધનના પડકારોમાંથી બહાર નિકળવાની છે. કેટલાક નિષ્ણાંતો માને છે કે તેમના માટે સ્થિતી વધારે સારી નથી.

જાણકાર લોકોનું કહેવું છે કે, મોદી અને યોગીની જાડી તથા સમાજવાદી પાર્ટી-બસપા ગઠબંધનની વચ્ચે પ્રિયંકા ગાંધીનો કરિશ્મો થાય તેવી શક્યતા ખુબ ઓછી દેખાઈ રહી છે.  રાજનીતિશાસ્ત્રના પ્રોફેસર કૌશલ કિશોર મિશ્રાનું માનવું છે કે, પ્રિયંકા ગાંધીના સક્રિય રાજનીતિમાં આવવાથી પૂર્વીય ઉત્તરપ્રદેશની ૩૦ સીટો ઉપર કોઇ ખાસ અસર થશે નહીં.  પૂર્વાંચલની વારાણસી સીટ પરથી વડાપ્રધાન મોદી ચૂંટણી લડે છે. તેમના પ્રભાવને ઘટાડવા માટે કોંગ્રેસે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે. પ્રિયંકા ગાંધી પહેલા પડદા પાછળથી રાજનીતિ કરતા રહ્યા છે. પ્રોફેસર કિશોરે કહ્યં છે કે, યુવા મુસ્લિમો કોંગ્રેસનો સાથ આપી શકે છે જ્યારે મુલાયમના સમર્થકો સપાની સાથે રહી શકે છે. આનાથી મુસ્લિમ વોટનું વિભાજન થશે. ભાજપ પણ ઇચ્છે છે કે, મુસ્લિમ વોટનું વિભાજન થાય. પૂર્વીય ઉત્તરપ્રદેશમાં ત્રિકોણીય જંગ થશે.

પ્રિયંકા ગાંધીની એન્ટ્રી થવાથી ભાજપ કરતા બસપ અને સપાને વધારે નુકસાન થશે. રાજકીય નિષ્ણાતો જેપી શુક્લાનું કહેવું છે કે, પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં આવવાથી માત્ર મનોવૈજ્ઞાનિક અસર થશે. કોંગ્રેસ પાર્ટીને રાજકીય લાભ થશે નહીં. પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહિત થઇ શકે છે પરંતુ આ પગલું ખુબ મોડેથી લેવામાં આવ્યું છે. આનાથી કોઇ વધુ ફાયદો થશે નહીં. પ્રિયંકાની એન્ટ્રીથી ઉત્તરપ્રદેશમાં કોઇ ખાસ અસર થશે નહીં. માત્ર કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ વધશે. કોંગ્રેસ પાર્ટી સપાની સાથે રહીને ચૂંટણી લડવા ઇચ્છુક હતી. પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં એન્ટ્રી કરતા કાર્યકરોમાં ઉત્સાહ વધશે. જા કે, યુપીમાં કોંગ્રેસને કોઇ મોટો ફાયદો થાય તેવ શક્યતા ઓછી દેખાઈ રહી છે. ૨૦૦૯ની ચૂંટણીમાં પૂર્વીય ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો.

 

Share This Article