પ્રિયંકા નિકના પિતાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

થોડા સમયથી પ્રિયંકા ચોપરા ન્યૂઝમાં છવાઇ ગઇ છે. ક્યારેક તે સલમાન સાથે ભારત ફિલ્મથી બોલિવુડમાં કમબેક કરશે તેવા ન્યૂઝને લીધે ચર્ચામાં રહે છે. તો ક્યારેક તેની સિરીયલ ક્વોંટિકોમાં ભારતીય હિન્દુને આતંકવાદી કહેવાને લીધે, અને ક્યારેક તેના કથિત બોયફ્રેન્ડ નિક સાથેના કિસ્સાઓને લઇને અવાર નવાર ચર્ચામાં રહે છે.

હાલમાં ફરી એકવાર પ્રિયંકા ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરા તે વાતનો સ્વીકાર નથી કરી રહી કે તેના અને નિક વચ્ચે પ્રેમ સંબંધો છે. તે વાતનો ઇન્કાર પણ નથી કરી રહી કે તેના સંબંધ નીક સાથે નથી. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ નિકના પિતાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું શરૂ કર્યું છે. હવે આ વાતથી તો તે સાબિત થાય છે કે પ્રિયંકા અને નિક વચ્ચે પ્રેમના ગીતો ગવાઇ રહ્યાં છે.

જો નિક અને પ્રિયંકા વચ્ચે કાંઇ જ નથી તો તેણે નિકના પિતાને શા માટે ફોલો કર્યા. કદાચ પ્રિયંકા તેના ફેન્સને ખુશખબર આપશે તેવું લાગી રહ્યું છે. પ્રિયંકા ચોપરા નિક સાથે તેના સંબંધને ઓફિશી.લી ડિક્લેર પણ કરી શકે તેવી શક્યતાઓ છે.

Share This Article