ફરહાન સાથે પ્રિયંકા ચોપરા કામ કરવા માટે સહમત થઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : દેશી ગર્લ પ્રિયંકા ચોપડા નવી ફિલ્મમાં ફરહાન અખ્તરની સાથે નજરે પડનાર છે. પ્રિયંકા ચોપડા લાંબા સમયથી હોલિવુડમાં વ્યસ્ત રહી છે. તેની પાસે હોલિવુડની અનેક યાદગાર ફિલ્મો હોવાના હેવાલ આવી રહ્યા છે. તે અમેરિકી ટીવી શો ક્વાન્ટિકોમાં કામ કરીને સમગ્ર અમેરિકામાં લોકપ્રિયતા મેળવી ચુકી છે. હોલિવુડમાં લાંબા સમયથી વ્યસ્ત રહ્યા બાદ તે હવે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઇ રહી છે.

સલમાન ખાનની ફિલ્મ ભારત છોડી દીધા બાદ તેની વધારે ચર્ચા જોવા મળી હતી. તેના વર્તનન કારણે સલમાન ખાન અને ફિલ્મના અન્ય લોકોએ વાંધો ઉઠાવ્યો છે. સલમાન સાથે ફિલ્મ છોડી દીધી છે પરંતુ તે  ફરહાન અખ્તર સાથે કામ કરનાર છે. પ્રિયંકા ચોપડા ફિલ્મ નિર્માત્રી સોનાલી બોસની ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મ આયશા ચૌધરીની જિન્દગી અને તેમના એક પુસ્તક પર આધારિત છે. ફિલ્મમાં ફરહાન અખ્તર પ્રિયંકા મુખ્ય રોલમાં નજરે પડનાર છે. ફિલ્મમાં તે આયશાના મોતા પિતાના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મનુ શુટિંગ ટુક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. આયશા ચૌધરી એક પ્રેરક વક્તા તરીકે હતી. જેને માત્ર ૧૩ વર્ષની વયમાં એક બિમારી થઇ ગઇ હતી. જા કે આના કારણે તેના ઉત્સાહમાં કોઇ કમી આવી ન હતી.

ફરહાન અખ્તર હાલમાં વધારે ફિલ્મ કરી રહ્યો નથી પરંતુ તેને એક કુશળ અભિનેતા તરીકે ચોક્કસપણે ગણી શકાય છે. તે મલ્ટી ટેલેન્ટેડ સ્ટાર તરીકે છે. એક  કુશળ અભિનેતા હોવાની સાથે સાથે તે નિર્માતા નિર્દેશક તરીકે પણ રહ્યો છે. તે કેટલાક પ્રોજેક્ટ પર હાલ કામ કરી રહ્યો છે. ફરહાન અખ્તરે પ્રિયંકા ચોપડાની સાથે ફિલ્મમાં કામ કરી રહ્યો હોવાના મામલે કોઇ પ્રતિક્રિયા આપી નથી. બીજી બાજુ પ્રિયંકા ચોપડાના ચાહકો તેની હિન્દી ફિલ્મોને લઇને રાહ જોઇ રહ્યા છે. ફરહાન ફિલ્મના શુટિંગને લઇને હાલમાં ઉત્સુક છે.

Share This Article