પ્રિયંકા ચોપરા એક એવુ નામ છે જેને બોલિવુડથી લઇને હોલિવુડ સુધી તમામ લોકો ઓળખે છે. 3 વર્ષથી પ્રિયંકા હોલિવુડમાં છે, સલમાન ખાન સ્ટારર ફિલ્મ ભારતથી તે બોલિવુડમાં વાપસી કરવાની છે. હાલમાં જ પ્રિયંકા એક ઇંટરનેશનલ મેગેઝીનની ઓફિસ પહોંચી હતી. ત્યાંજ તેણે તે મેગેઝીનની એડિટરને ખખડાવીને ગેટ આઉટ થઇ ગયુ હતુ.
અસલમાં વાત એમ છે કે પ્રિયંકાની ફિલ્મ ‘ક્વોંટિકો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અને તેના જ પ્રમોશન માટે પ્રિયંકા ન્યૂયોર્કની એક મેગેઝીન ઓફિસ પહોંચી હતી. થોડી વાર માટે પ્રિયંકાને તે મેગેઝીન ઓફિસના બોસનું પાત્ર ભજવવાનું હતું. તે સિનમાં પ્રિયંકાએ એડિટરની ભૂલો બતાવીને તેના પર ગુસ્સે થવાનું હતું. બસ પીસી એડીટર પર ભડકી પડી અને એડીટરને ગેટ આઉટ કહી દીધુ.
આ વિડીયો પ્રિયંકાએ સોશિયલ મિડીયા પર પણ શેર કર્યો છે, જેમાં તે મેગેઝીનની એડિટર સાથે બેઠી છે. ભાઇ પ્રિયંકા ચોપરા અત્યારે સાતમા આસમાને વિહરી રહી છે, તે હાલમાં કોઇને પણ ગેટ આઉટ કહી શકે છે. ત્યારે આ તો ફક્ત એક સીન જ હતો.