નિક સાથેના સંબંધ પર બોલી પ્રિયંકા ચોપરા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

છેલ્લા કેટલાક સમયથી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ વચ્ચે સંબંધ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. નિક અને પ્રિયંકા સાથે જ ફરતા દેખાતા હતા. બાદમાં પોતાની માતાને મળાવવા માટે પ્રિયંકા નિકને ભારત લઇને આવી અને પરિવાર સાથે ગોવા પણ લઇ ગઇ હતી. બાદમાં મુકેશ અંબાણીના દિકરા આકાશની સગાઇમાં પણ પ્રિયંકા અને નિક સાથે ગયા હતા. હાથમાં હાથ પકડીને એરપોર્ટ કે રેસ્ટોરેન્ટ પર દેખાતા આ કપલ વિશે ઘણી અટકળો લગાવવામાં આવી હતી. પ્રિયંકા ચોપરાએ આ વિશે હવે મૌન તોડ્યુ છે.

એક મેગેઝીનને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ કહ્યુ હતુ કે. બંને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પ્રિયંકાએ તેમ પણ કહ્યુ કે આકાશ અંબાણીની સગાઇમાં બંનેએ ખૂબ મજા કરી હતી. તે પળ તેના જીવનના યાદગાર પળોમાંથી એક છે. નિક માટે પણ આ એક અલગ અનુભવ હતો, તેવુ પ્રિયંકાએ જણાવ્યુ હતુ. હવે પ્રિયંકા ક્યારે તેના અને નિક જોનાસના સંબંધ પર રિલેશનશિપની મોહર લગાવશે તે જોવુ રહ્યું.

Share This Article