મુંબઇ : બોલિવુડ અને હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડાના ચાહકો માટે હવે સારા સમાચાર છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પ્રિયંકા ચોપડા હવે સલમાન ખાનની સાથે ભારત ઉપરાંત એતરાજ-૨ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મનુ શુટિંગ આ વર્ષે અંત સુધી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સુભાષ ઘાઇ આ ફિલ્મની સિક્વલ ફિલ્મ બનાવનાર છે. ફિલ્મના અન્ય કલાકારોને લઇને ટુંક સમયમાં જ પસંદગી કરવામાં આવી શકે છે.
પ્રિયંકા હાલના દિવસોમાં તેની પાસે આવેલી જુદી જુદી ફિલ્મોની પટકથા વાંચી રહી છે. સુભાષ ઘાઇએ પ્રિયંકા સાથે વાતીચ પણ કરી છે. આ વાતચીત સફળ સાબિત થઇ છે. હવે ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. સુભાષ ઘાઇએ નિર્માતા તરીકે વર્ષ ૨૦૦૪માં એતરાજ ફિલ્મ બનાવી હતી. જેમાં પ્રિયંકા ચોપડા, કરીના કપુર અને અક્ષય કુમારની ભૂમિકા હતી. સુભાષ ઘાઇ લાંબા સમયથી આ સિક્વલ પર કામ કરી રહ્યા હતા. ગયા મહિનામાં જ સુભાષ ઘાઇએ સિક્વલ માટેની પટકથાને આખરી ઓપ આપી દેવામાં સફળતા મેળવી છે. આ ફિલ્મનુ શુટિંગ આ વર્ષના અંત પહેલા શરૂ કરી દેવામાં આવનાર છે. સ્ટારકાસ્ટને નક્કી કરવામાં ઘાઇ વ્યસ્ત છે. ફિલ્મનુ નામ નવુ અને પટકથા પણ નવી રહેશે. સુભાષ ઘાઇ અને પ્રિયંકા ચોપડા વચ્ચે વાતચીત થઇ ચુકી છે.
લોકપ્રિય પ્રિયંકા ચોપડા પોતે ખુબ ઉત્સાહિત છે અને તે ફિલ્મમાં કામ કરવા માટે તરત તૈયાર પણ થઇ ગઇ છે. પ્રિયંકા ફિલ્મ માટે તારીખ કાઢવાના પ્રયાસમાં લાગેલી છે. સુભાષ ઘાઇ અને પ્રિયંકા ચોપડા વચ્ચે કુલ ત્રણ મિટિંગ થઇ ચુકી છે. ત્રીજી અને અંતિમ મુલાકાત અમેરિકી શો ક્વાન્ટિકો સિઝન-૩ની પુર્ણાહુતિ બાદ થઇ હતી. એતરાજમાં પ્રિયંકા નેગેટિવ રોલમાં છવાઇ ગઇ હતી. ફિલ્મમાં તે છવાયેલી રહી હતી.