ભારત છોડી ચુકેલી સ્ટાર પ્રિયંકા કૃષ-૪માં ચમકશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : છેલ્લા કેટલાક દિવસોથી મિડિયા અને સોશિયલ મિડિયા પર છવાયેલી પ્રિયંકા ચોપડા રિતિક રોશન સાથે કૃષ-૪ ફિલ્મમાં કામ કરવા માટે સહમત થઇ ગઇ છે. તેની પાસે આ ફિલ્મની ઓફર કરવામાં આવી ત્યારે તે સ્વીકારી લઇને તમામને ચોંકાવી ચુકી છે. પ્રિચંકા ચોપડા બોલિવુડ કરતા હોલિવુડ ફિલ્મોમાં વધારે સક્રિય રહી છે. તે નિક જોનસની સાથે લગ્ન કર્યા બાદ હવે જુદા જુદા પ્રોજેક્ટમાં રહીને વ્યસ્ત છે. તેની બોલબાલા વિદેશમાં વધારે જોવા મળે છે.

સોશિયલ નેટવર્કિગ સાઇઠમાં પણ તેની ખાસ બોલબાલા છે. સોશિયલ મિડિયામાં તે એક પોસ્ટ લખવા અને ફોટો મુકવામાં પણ કરોડો રૂપિયા મેળવે છે. હિન્દી ફિલ્મોમાંથી તે સંપૂર્ણ રીતે નિકળી નથી. તેની પાસે કેટલીક નવી ઓફર આવી રહી છે. જેના ભાગરૂપે કૃષ-૪માં તે દેખાશે. રોશન પરિવાર સાથે તે સારા સંબંધ ધરાવે છે.

હોલિવુડ ફિલ્મોમાં કામ કરી રહી છે. હવે હેવાલ એવા પણ મળ્યા છે કે પ્રિયંકા ચોપડા  કૃષ-૪ ફિલ્મમાં રિતિક રોશન સાથે નજરે પડનાર છે. પ્રિયંકા હવે એક ઇન્ટરનેશનલ સ્ટાર તરીકે છે. જેથી રાકેશ રોશનને પણ લાગી રહ્યુ હતુ કે તે દેશી ફિલ્મમાં હવે કામ કરશે નહી. જો કે તે ફિલ્મ કરવા માટે રાજી થઇ ગઇ છે. પ્રિયંકા ચોપડાએ જુની મિત્રતાને જાળવી રાખીને ફિલ્મ કરવા માટેની તૈયારી દર્શાવી છે. પ્રિયંકા મિત્રતા અદા કરવામાં પાછળ હટી નથી. કૃષ-૪ ફિલ્મનુ શુટિંગ આગામી વર્ષે શરૂ કરવામાં આવનાર છે. હાલમાં તેની લાઇફ એક પરીકથાની જેમ લાગી રહી છે. લગ્ન બાદ તે ફિલ્મોને લઇને આશાવાદી છે.

Share This Article