મુંબઇ : પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નને લઇને જારદાર તૈયારી કરવામાં આવી રહી છે. બંનેના ટુંકા ગાળામાં જ લગ્ન થઇ જશે. રાજસ્થાનના જોધપુરમાં શાહી અંદાજથી લગ્ન કરવામાં આવનાર છે. લગ્નમાં હોલિવુડથી લઇને બોલિવુડના અનેક સુપરસ્ટાર ઉપÂસ્થત રહે તેવી શક્યતા છે. એમ માનવામાં આવે છે કે મહેમાનોની યાદીમાં ૧૫૦૦થી વધારે મહેમાન હોઇ શકે છે. મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો કાર્યક્રમમાં સામેલ થનારમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપુર, કેટરીના કેફ, ફરહાન અખ્તર અને સિદ્ધાર્થ રોય કપુરનો સમાવેશ થાય છે.
એમ પણ માનવામાં આવે છે કે હાલમાં લગ્ન કરી ચુકેલા રણવીર સિંહ અને દિપિકાને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. સાથે સાથે કરણ જાહરને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. બહેન હોવાના કારણે પ્રિયંકાની સાથે પરિણિતી તો ખાસ મહેમાન છે. પરિણિતી ચોપડા તો બહેન પ્રિયંકા ચોપડાની સાથે ડાન્સ પણ કરી શકે છે. જેમાં નિક જોનસ પણ ભાગ લેનાર છે. પ્રિયંકા અને નિકે લગ્ન કરવા માટે જાધપુરની પસંદગી કરી છે. જ્યાં ૩૦૦થી પણ વધારે રૂમ રાખવામાં આવ્યા છે. આમાંથી મોટા ભાગના રૂમને પ્રિયંકા તરફથી પહેલાથી જ બુક કરવામાં આવ્યા છે. મહેમાનોને કોઇ તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રિયંકા અને નિકના લગ્નની તૈયારી ૨૮મી નવેમ્બરના દિવસે શરૂ કરી દેવામાં આવનાર છે. ૨૯મી નવેમ્બરના દિવસે મહેંદી અને સંગીત સેરેમની રહેશે. ત્યારબાદ ૩૦મી નવેમ્બરના દિવસે કોકટેલ પાર્ટી રાખવામાં આવનાર છે. પહેલી ડિસેમ્બરના દિવસે વધુ એક રસમ રહેશે અને બીજી ડિસેમ્બરના દિવસે લગ્ન કરવામાં આવનાર છે. હિન્દુ રિવાજ મુજબ લગ્ન થશે. ત્રીજી ડિસેમ્બરના દિવસે ક્રિસમસ રિતીરિવાજ સાથે લગ્ન કરાશે.