મુંબઇ : બોલિવુડની સાથે સાથે હોલિવુડમાં પણ ભારે લોકપ્રિયતા મેળવી રહેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડા લગ્ન કર્યા બાદ ફિલ્મોમાં વધારે દેખાઇ રહી નથી છતાં તે સૌથી મોંઘી સ્ટાર પૈકી એક તરીકે રહેલી છે. તે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કુદી ચુકી છે. તેના પતિ નિક સાથે કેટલાક પ્રોજેક્ટમાં પણ તે કામ કરી રહી છે. હવે ગુજરાતી સહિત અન્ય જુદી જુદી ભાષાની ફિલ્મ બનાવવાની યોજના ધરાવે છે. ગુજરાતી ઉપરાંત મલયાલમ અને આસામી ભાષાની ફિલ્મ બનાવવાની તેની યોજના છે. આ અંગેની માહિતી પ્રિયંકા ચોપડાની માતા અને ફિલ્મ કંપનીના વડા મધુ ચોપડા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
જુદી જુદી ભાષામાં ફિલ્મો બનાવવા માટે ઇચ્છા ધરાવનાર પ્રિયંકા ચોપડાના બેનર પર્પલ પેબ પિક્ચર દ્વારા આ અંગેની તૈયારી શરૂ કરી દીધી છે. મધુએ કહ્યુ હતુ કે હવે અમે આસામી ફિલ્મ નિર્માતા સાથે કામ કરી રહ્યા છીએ. ભોજપુરી, મરાઠી, પંજાબી ભાષાની ફિલ્મ બનાવી લીધા બાદ હવે જુદી જુદી ભાષાની ફિલ્મ બનાવવા માટેની કવાયત ચાલી રહી છે. પ્રિયંકા ચોપડા માત્ર ભારતમાં જ નહી બલ્કે સમગ્ર વિશ્વમાં જારદાર લોકપ્રિયતા મેળવી રહી છે. તે અમેરિકી શો ક્વાન્ટિકોમાં પણ લોકપ્રિયતા મેળવી રહી છે.
હાલમાં તે ભારતમાં ખુબ ઓછા સમય માટે દેખાઇ રહી છે. અમેરિકામાં વધારે નજરે પડી રહી છે. આ બેનર હવે મલયાલમ અને ગુજરાતી ભાષાની ફિલ્મો પણ બનાવનાર છે. ટુંક સમયમાં આ બન્ને પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી શકે છે. પ્રિચંકા ચોપડા હાલમાં હિન્દી ફિલ્મો ખુબ ઓછી કરી રહી છે. પ્રિયંકા ચોપડા હવે સૌથી મોંઘી સ્ટાર તરીકે ઉભરી આવી છે. જાહેરાતો અને ફિલ્મમાં કામ કરવા માટે તે ખુબ જંગી રકમ લઇ રહી છે.