ઇન્સ્ટાગ્રામ : પ્રિયંકા ચોપડાના ફોલોઅર્સ ચાર કરોડથી વધારે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડા હવે સોશિયલ નેટવ‹કગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅસ ધરાવતી અભિનેત્રી બની ગઇ છે. પ્રિયંકા ચોપડા બોલિવુડમાં સતત લોકપ્રિયતા મેળવી રહી છે. બોલિવુડની વધારે ફિલ્મો કરી રહી નથી પરંતુ આ અભિનેત્રીના સૌથી વધારે ફોલોઅર્સ તરીકે રહેલા છે. તેના ફેન ફોલોઇંગની સંખ્યા ચાર કરોડ સુધી પહોંચી ગઇ છે. પ્રિયંકા ચોપડા હવે ભારે ખુશ દેખાઇ રહી છે. પ્રિયંકાએ ચાર કરોડ સુધી ફોલોઅર્સની સંખ્યા પહોંચી જવા બદલ તમામનો આભાર માન્યો છે. આ પ્રસંગને સેલિબ્રેટ કરવા માટે પ્રિયંકા ચોપડાએ એક વિડિયો મેસેજ પણ કર્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ વિડિયોમાં પ્રિયંકા ચોપડાએ કહ્યુ છે કે તે ભારે ખુશ છે. હાલમાં તે અનેક બોલિવુડ અને હોલિવુડ પ્રોજેક્ટ હાથમાં ધરાવે છે. વિડિયોમાં પ્રિયંકા ચોપડાએ ચાહકો માટે ખાસ સંદેશ પણ લખ્યો છે. ફેન્સનો આભાર માનીને પોતાના ઇન્સ્ટાગ્રામ ફેમિલીના દરેક સભ્યને  કેટલીક બાબત રજૂ કરવાની ખાતરી આપી છે. પ્રિયંકા ચોપડા હાલમાં વર્તમાન સમયની ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે લોકપ્રિય બોલિવુડ સ્ટાર છે. બીજા નંબર પર દિપિકા છે. જેના ઇન્સ્ટાગ્રામ પણ કરોડો ફોલોઅર્સ છે. દિપિકા અને પ્રિયંકા ચોપડા બંને બોલિવુડમાં હાલમાં પહેલાની જેમ કામ કરી  રહી નથી.

એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડની સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતી હસ્તી તરીકે હોલિવુડ પોપ સ્ટાર એરિયાના ગ્રાન્ડ છે. આ સ્ટારના ૧૫ કરોડથી વધારે ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ પર છે. પ્રિયંકા ચોપડા પણ ફોલોઅર્સના મામલે ઝડપથી આગળ વધી રહી છે. પ્રિયંકાએ થોડાક સમય પહેલા નિક જાનસ સાથે લગ્ન કરી લીધા હતા.

Share This Article