પ્રિયંકા ચોપડા લગ્ન બાદ વધારે વ્યસ્ત બની ગઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડ અને હોલિવુડમાં સફળતા હાંસલ કરનાર પ્રિયંકા ચોપડા લગ્ન કર્યા બાદ વધારે વ્યસ્ત છે. તેની પાસે બે ફિલ્મ હાથમાં છે. જેમાં સ્કાય ઇઝ પિન્ક અને ઇઝન્ટ ઇટ રોમેન્ટિક ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મોને લઇને તે વ્યસ્ત બની ગઇ છે. પ્રિયંકા ચોપડા હાલમાં સૌથી વધારે વ્યસ્ત છે. તેની પાસે એકપછી એક ફિલ્મ આવી રહી છે. હવે વધુ એક હોલિવુડ ફિલ્મ કરવા જઇ રહી છે. ફિલ્મમાં તે મુખ્ય રોલમાં નજરે પડનાર છે.

હાલમાં પ્રિયંકા ચોપડા પોતાની અંગત લાઇફના કારણે વધારે ચર્ચામાં રહી છે. થોડાક સમય પહેલા સલમાન ખાન અભિનિત ફિલ્મ ભારતમાં તેની મુખ્ય  ભૂમિકા હોવા છતાં આ ફિલ્મ છોડી દેતા ભારે હોબાળો રહ્યો હતો.  હોલિવુડની આ નવી ફિલ્મમાં તે ક્રિસ પ્રેટની સાથે નજરે પડનાર છે. આ ફિલ્મનુ નામ કાઉબોય બિન્ઝા વાઉકિંગ રાખવામાં આવ્યુ છે. આ  ફિલ્મ  આ જ નામનથી કોમિક ગ્રાફિક નોવેલ પર આધારિત છે. ફિલ્મની પટકથા એક કાઉન્ટર ઇન્ટેલિજન્સની આસપાસ ફરે છે. જેને સાઇકોથેરાપિસ્ટ ડોક્ટર સેબૈસ્ટિયન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ એજન્ટોને ટ્રિપલેટ્‌સ નામ આપવામાં આવ્યા છે. કારણ કે તેમના અંદર મલ્ટીપલ પર્સનાલિટી છે. ફિલ્મમાં પ્રેટે એક એવા જ એજન્ટની ભૂમિકા અદા કરી છે. જેની પાસે કાઉબોય, નિઝા અને વાઇકિંગની પર્સનાલિટી છે.

ફિલ્મના નિર્દેશક તરીકે માઇકલ મેક્લોરીન છે. જે લોકપ્રિય ગેમ શો ગેમ ઓફ થ્રોન્સ બનાવી ચુક્યા છે. ફિલ્મ પહેલા જ પ્રિયંકા ચોપડા હોલિવુડમાં એન્ટ્રી કરી ચુકી છે. તે ક્વાન્ટિકો અને બેવોચથી પહેલાથી જ લોકપ્રિય થઇ ચુકી છે. તે હાલમાં હોલિવુડની બે ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં એક ઇજન્ટ ઇટ રોમોન્ટિકનો સમાવેશ થાય છે. તે હવે બોલિવુડમાં નહીંવત ફિલ્મ કરે તેવી શક્યતા દેખાઇ રહી છે.

Share This Article