અમદાવાદ : ૫૮ વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસની વર્કિગ કમિટી બેઠક યોજાઇ હતી, જેમાં ભાગ લેવા સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ગાંધી અમદાવાદ પહોંચ્યા હતા. ગુજરાત કોંગ્રેસ દ્વારા સવારે ગાંધી આશ્રમ ખાતે વિશેષ પ્રાર્થના સભામાં યોજાઈ હતી. જેમાં પ્રિયંકા ગાંધી સહજતા સાથે પ્રોટોકોલ જાળવી વિવિધ રાજ્યના કોંગ્રેસ મહાસચિવની ૪થી લાઈનમાં બેઠા હતા. ગાંધી આશ્રમ ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મનમોહનસિંહ પ્રથમ હરોળમાં બેઠા હતા. પરંતુ પ્રિયંકા ગાંધી સહજતાંથી સોનિયા અને રાહુલ પાસે બેસવાને બદલે મહાસચિવો સાથે ૪થી લાઈનમાં બેઠા હતા. આ ઉપરાંત જ્યારે સોનિયા-રાહુલ અને પ્રિયંકા એરપોર્ટથી ગાંધીઆશ્રમ આવવા નીકળ્યા ત્યારે એક સાથે જ બસમાં બેઠા હતા. જેમાં પ્રિયંકા પાછળની હરોળમાં બેઠા હતા. પ્રિયંકાનો આ પ્રોટોકોલ અને મર્યાદા ઘણા નોંધનીય બની રહ્યા હતા.