અમેઠી : કેન્દ્રિય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીએ આજે ચુંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉપર પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધી ઉપર પ્રહાર કરતા સ્મૃતિએ કહ્યું હતું કે પ્રિયંકાનું ચુંટણ ગણિત ખૂબ કાચુ છે. સ્મૃતિએ રાહુલ ગાંધીને પણ નિશાના ઉપર લઈને તેમના ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે તેમના મહિલા સશક્તિકરણ માટેના વચનો માત્ર ભાષણ સુધી જ મર્યાિદત રહ્યા છે.
ગોરીગંજમાં એક જાહેરસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે જે કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં ૮૦ લોકસભા સીટો પરથી ૨૦ સીટોમાં જ ચુંટણી લડી રહી છે. તેમના એક નેતા કહે છે કે ઉત્તરપ્રદેશમાં ફરી ફરીને સરકાર બનાવીશું. તેમનું ચુંટણી ગણિત ખૂબ નબળું દેખાઈ રહ્યું છે. અત્યારથી જ આવી હાલત છે તો ચુંટણી બાદ તેમની હાલત વધુ કફોડી બની શકે છે.
કોંગ્રેસ પાર્ટીની રણનીતિ ધર્મજાતિના નામ ઉપર સમાજને વિભાજિત કરવાની રહી છે. સાથે સાથે ગરીબોને વધુ ગરીબ બનાવવાની તેમની રણનીતિ રહેલી છે. ગરીબો ક્યારેય પણ આગળ ન આવે અને ગરીબો હંમેશા મદદ માટે હાથ જાડે તેવું વાતાવરણ ઉભું કરવાના પ્રયાસ કોંગ્રેસ પાર્ટીએ વર્ષોથી કર્યા છે. સ્મૃતિએ વર્ષ ૨૦૧૪માં ચુંટણીમાં હાર બાદ પણ અમેઠી છોડ્યું ન હતું પરંતુ રાહુલ ગાંધી હવે અમેઠીમાંથી અન્યત્ર જતા રહ્યા છે.