વિંક ગર્લ પ્રિયા પ્રકાશ થઇ બેરોજગાર..!!

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઇન ડે પહેલા આંખ મારીને સોશિયલ મિડીયા પર છવાઇ જનારી પ્રિયા પ્રકાશ ખૂબ ચર્ચામાં રહી હતી. એક આંખ મારીને તેણે ઇન્ટરનેટની દુનિયામાં તહેલકો મચાવી દીધો હતો. ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ જ્યાં જુઓ ત્યાં ફક્ત પ્રિયા પ્રકેશ જ નજરે ચડતી હતી. ત્યારબાદ તે એક જાણીતી સેલિબ્રિટી બની ગઇ છે.

હાલમાં પ્રિયા પ્રકાશ બેરોજગાર થઇ ગઇ છે. આવું તેણે પોતે જ કહ્યું છે. પ્રિયાએ તેના કો-સ્ટાર રોશનની સાથે એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. તેમાં તેણે લખ્યુ છે કે તમે પાતે બેરોજગાર હોવ પણ તમારી સાથે પોઝ આપવા કોઇ હંમેશા રેડી હોય.

ઇન્ટરનેટ સેન્સેશન પ્રિયા પ્રકાશ અને રોશન ખુબ જ સરસ લાગી રહ્યાં છે. પ્રિયાએ વ્હાઇટ પાયજામો અને યલો કુર્તી પહેરી છે જેમાં તે ખુબ સુંદર લાગી રહી છે. જ્યારે રોશને લાલ કલરની ટીશર્ટ અને ડેનિમ પહેર્યુ છે. પ્રિયાના હાથમાં એક લાલ ગુલાબ પણ છે. બંને સાથે ખૂબ સરસ લાગી રહ્યા છે.

બીજી તરફ એવા પણ સમાચાર મળ્યા છે કે, પ્રિયા જલ્દી જ બોલિવુડમાં એન્ટ્રી કરશે. રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ સિમ્બામાં  પ્રિયાનું નામ ચર્ચામાં આવ્યું છે. હવે તે બોલિવુડમાં એન્ટ્રી કરે છે કે નહી તે તો સમય જ બતાવશે.

Share This Article