સેક્સી પ્રિયા પ્રકાશ વોરિયર સેલ્ફીમાં રણવીર સાથે રહી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : મલિયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયરે હવે ફરી એકવાર ચર્ચા જગાવી છે. તાજેતરમાં જ પ્રિયા ઉરી દ સર્જિકલ સ્ટ્રાઇકના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે પહોંચી હતી. આ સ્ક્રીનિંગને ખાસરીતે રજૂ કરવામાં આવ્યા બાદ તમામ કલાકારોએ ચર્ચા જગાવી હતી. આનું આયોજન વિકી કૌશલ દ્વારા કરવામાં આવ્યું હતું. પોતાના ફોટામાં પ્રિયાએ કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે. આ કાર્યક્રમ વેળા પ્રિયા રણવીરસિંહ સાથે સેલ્ફીમાં નજરે પડી હતી.

આ ફોટો પ્રિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર મુકી દીધો છે. પ્રિયાએ આ પ્રસંગે એક ફોટો બોલીવુડ સ્ટાર રણવીરસિંહ સાથે શેયર કર્યો છે જેને જાઇને અંદાજા મુકી શકાય છે. મુંબઈ પહોંચ્યા બાદ પ્રિયા પ્રકાશે ખુબ મજા માણી હતી. પ્રિયાએ ફોટાની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, આનાથી વધુ તે માંગ પણ શું કરી શકી હોત. પ્રિયાએ પોતાની સ્ટોરીમાં વિકી કૌશલને લઇને પણ કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે, વિકીસ કૌશલ કુશળ અભિનેતાની સાથે સાથે ઉલ્લેખનીય માનવી તરીકે છે. પ્રિયા પ્રકાશ વોરિયરે મલિયાલમ ફિલ્મ ઓરુ અદાર લવથી ફિલ્મથી એન્ટ્રી કરી હતી.

ત્યારબાદ મલિયાલમ ફિલ્મ ઉદ્યોગમાં પ્રિયા પ્રકાશે ભારે ચર્ચા જગાવી હતી. પ્રિયા પ્રકાશે સોશિયલ મિડિયામાં સૌથી વધુ લોકપ્રિયતા હાંસલ કરી હતી. પ્રિયા પ્રકાશ વોરિયરે પોતાની આંખોના ઇશારાથી દેશભરમાં ચર્ચા જગાવી હતી. તેના અંગે સર્ચ કરવામાં લોકો સૌથી આગળ આવ્યા હતા. સોશિયલ મિડિયા ઉપર તે ભારતની તમામ અભિનેત્રીઓ કરતા આગળ નિકળી ગઈ હતી. જેના વિડિયોએ અભૂતપૂર્વ સફળતા હાંસલ કર્યા બાદ તેની કેટલીક ફિલ્મો પણ મળી હતી. હાલમાં તેની પાસે ઘણી બધી ફિલ્મો રહેલી છે. હિન્દી ફિલ્મમાં પણ તે કામ કરવા માટે આશાવાદી દેખાઈ રહી છે.

Share This Article