થોડાક સમય પહેલા મીડિયા પર પ્રિયા પ્રકાશ વોરિયરની ચારેબાજુ ચર્ચા રહી હતી. મલયાલી ગત માનિકા મલયારા મુવીમાં પોતાની અદાઓના કારણે લોકોના દિલ જીતી લેનાર પ્રિયા પ્રકાશ રાતોરાત સુપરસ્ટાર ઇન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે. તેની પાસે કેટલીક નવી ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. જો કે તે કોઇ હિન્દી ફિલ્મ કરી રહી છે કે કેમ તે અંગે કોઇ માહિતી મળી શકી નથી.
પ્રિયા સાથે જોડાયેલી કેટલીક આશ્ચર્યજનક બાબત સપાટી પર આવી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે પ્રિયા કોઇ પણ પ્રકારના મોબાઇલ ફોનનો ઉપયોગ કરતી નથી. એક ઇન્ટરવ્યુમાં તેના પિતાએ કહ્યુ છે કે પ્રિયાની પાસે મોબાઇલ છે પરંતુ તેમાં સિમ કાર્ડ નથી. આવી સ્થિતિમાં તેના તમામ ફોન તેની માતાના ફોન પર આવે છે. સ્ટાર પ્રિયા પ્રકાશના પિતાના કહેવા મુજબ તે માત્ર એ વખત સુધી ઇન્ટરનેટ ચલાવે છે જ્યાં સુધી તેની પાસે હોટ સ્પોટ એક્સેસ હોય છે. પોતાની પુત્રીની મહત્વકાંક્ષી અંગે વાત કરતા પિતાએ કહ્યુ છે કે તે એક સામાન્ય યુવતિ છે.
જો કે જીવનમાં તે જુદી જુદી મહત્વકાંક્ષા ધરાવે છે. સોશિયલ મિડિયામાં હાલમાં તે સૌથી વધારે ચર્ચા કરવામાં આવતી સેલિબ્રિટી તરીકે ઉભરી ચુકી છે. સોશિયલ મિડિયા પર તહેલકા મચાવનાર પ્રિયાએ થોડાક દિવસ પહેલા ગુગલ પર અભૂતપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ગુગલ સર્ચ ટ્રેન્ડમાં સૌથી વધારે સર્ચ કરવામાં તે આગળ આવી હતી.
તે ગુગલ ચર્ચ કરવાના મામલે તે સની લિયોન, કેટરીના કેફ અને અન્ય અભિનેત્રીઓ કરતા આગળ નિકળી ગઇ હતી. સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ તેના ફોલોઅર્સની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. પ્રિયાનો સંપર્ક કેટલાક નિર્માતા નિર્દેશક કરી રહ્યા હોવાના અહેવાલ મળ્યા છે. પ્રિયા પોતાની હાલની કેરિયરથી સંતુષ્ટ છે.