2018ના ફેબ્રુઆરી મહિનામાં ઇન્ટરનેટની દુનિયામાં તહેલકો મચી ગયા હતો તે પણ ફક્ત એક છોકરીના આંખ મારવાને કારણે. નાનકડો વિડીયો વાઇરલ થયો હતો જેમાં સ્કુલના બે પ્રેમી પંખીડા એકબીજાને ઇશારા કરી રહ્યા છે. છોકરી પોતાના નેણ નચાવીને છોકરાને ઘાયલ કરે છે તેવું તે વિડીયોમાં દર્શાવવામાં આવ્યુ હતુ. ત્યારબાદ તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટસએપ, દરેક સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર પ્રિયા પ્રકાશ જ દેખાતી હતી. 24 કલાકમાં પ્રિયાના ફોલોઅર્સ પણ વધી ગયા.
તે પછી પ્રિયાની ફિલ્મ એક વિવાદમાં સપડાઇ હતી અને થોડા સમય બાદ તેમાંથી મુક્તિ મળી હતી. હવે ફરી એક વાર પ્રિયા પોતાના વિન્ક એક્ટ દ્વારા વિવાદમાં સપડાઇ ગઇ છે. પ્રિયાના ફેમસ સોન્ગ ઓરુ અદાર લવ દ્વારા પ્રિયા પર પિટીશન ફાઇલ થઇ છે. ઇસ્લામમાં તેના દ્વારા કરવામાં આવેલા વિન્ક એક્ટને ગુનો માનવામાં આવે છે. બે હૈદરાબાદની પાર્ટી દ્વારા પ્રિયા પ્રકાશ વિરુદ્ધ સુપ્રિમમાં અરજી કરવામાં આવી છે.
પહેલા થયેલા કેસને માંડ રદ કરવામાં આવ્યો હતો ત્યાં જ બીજી પ્રોબ્લેમમાં લાખો લોકોના દિલની ધડકન પ્રિયા પ્રકાશ ફસાઇ ગઇ છે. પોતાના કામણગારા અંદાજથી લોકોને ઘાયલ કરનારી પ્રિયા ઉપર સીધો જ સુપ્રિમમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે. હવે પ્રિયાની મુશ્કેલી વધી ગઇ છે. તે હૈદરાબાદ જઇને તે પાર્ટીઝને સમજાવવાનો પ્રયત્ન કરશે કે તેના બચાવમાં બીજો જ કંઇક ઉપાય શોધશે તે તો જોવું રહ્યું.