પ્રિયાના વોરિયર્સે  ઝૂકરબર્ગને આપી પછડાટ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

છેલ્લાં કેટલાંક દિવસથી પોતાની અદાઓને લઇને ચર્ચામાં રહી રાતોરાત આખા દેશમાં લોકપ્રિય બની ગયેલી પ્રિયા પ્રકાશ વોરિયર હાલમાં સમાચારોમાં ચમકી રહી છે. રોજે રોજ પ્રિયા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચર્ચામાં છવાયેલી રહે છે.  હાલમાં, તે તેના સોશિયલ મીડિયાને લઇને ચર્ચામાં છે.

પ્રિયા પ્રકાશનો વીડિયો વાયરલ થતાંની સાથે જ પ્રિયા લોકપ્રિય બની ગઇ અને સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સમાં વધારો જોવા મળી રહ્યો છે. પ્રિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોલોઅર્સનો આંકડો વધી રહ્યો છે. પૂજાના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સે ઇન્સ્ટાગ્રામના સહ-સ્થાપક માર્ક ઝૂકરબર્ગના ફોલોઅર્સના આંકડાને પાછળ છોડી દીધો છે. એટલે કહી શકાય કે પૂજાના વોરિયર્સે ઝુકરબર્ગને ઇન્સ્ટાગ્રામ પર પછડાટ આપી છે.

IMG 20180221 WA0002

IMG 20180221 WA0003

હા, આ વાત એકદમ સાચી છે, માર્ક ઝૂકરબર્ગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ૪ મીલિયોન ફોલોઅર્સ ધરાવે છે, જ્યારે પ્રિયા પી. વોરિયર ૪.૫ મિલિયોન ફોલોઅર્સ ધરાવે છે. પ્રિયાનો વાઇરલ વીડિયો હજુ પણ તેને લોકપ્રિયતા આપાવી શકે છે તેથી જ  આ આંકડો વધવાની શક્યતાઓ નકારી શકાય નહિ.

Share This Article