નવી દિલ્હી : ભારતીય કોર્પોરેટ સેક્ટરમાં આ વર્ષે કર્મચારીઓને સરેરાશ ૧૧ ટકાના વેતન વધારો મળવાની શક્યતા દેખાઇ રહી છે. ટીમલીજના જાબ્સ એન્ડ સેલરીજ પ્રાઇમર ૨૦૧૯માં રિપોર્ટમાં આ મુજબની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે બેકિંગ, નાણાંકીય સેવા અને વીમાં, બીપીઓ અને માહિતી ટેકનોલોજીમાં સ્ટાર્ટ અપમાં વેતન વધારાની રાહ તમામ લોકો જોઇ રહ્યા છે. શેક્ષણિક સેવાઓ, દરરોજના ઉપયોગમાં આવનાર ચીજાના કારોબાર એફએમસીજી જેવા સેક્ટરમાં સૌથી વધારે વેતન વધારો થનાર છે. આ તમામ ૭ેત્રોમાં ૧૩ ટકા કરતા વધારે વેતન વધારો થવાની શક્યતા દેખાઇ રહી છે.
રિપોર્ટ જુદા જુદા ક્ષેત્રોમાં નોકરી અને વેતનના આંકડાને ધ્યાનમાં લઇને વિગત આપે છે. નવ શહેરો અને ૧૭ ઉદ્યોગિક ગૃહો દ્વારા સર્વેના આધાર પર રિપોર્ટ જારી કરવામાં આવ્યા છે. જેમાં કેટલીક નવી વિગત જારી કરવામાં આવી છે. ઓટા, મેન્યુફેકચરિંગ, રિયાલટી અને વિજળી જેવા ક્ષેત્રમાં વેતન વધારો ઓછો મળનાર છે. દુરસંચાર ક્ષેત્રમાં વેતન વધારાની સંખ્યા ઓછી દેખાઇ રહી છે.
આવનાર વર્ષોમાં વધારે પડતી ભૂમિકાઓને ધ્યાનમાં લઇને નોકરી ઉમેદવારોને આપનાર છે. વધારે પ્રમાણમાં વેતન વધારો ૧૩ ટકા સુધી રહેનાર છે. કર્મચારીઓ મોટા પાયે વેતન વધારાને લઇને સાવધાન થઇ ગયા છે. હાલમાં જુદા જુદા કારણોસર મંદી પ્રવર્તી રહી છે.