બોરસદ તાલુકાના નાપા તળપદ ગામમાં આવેલા ડેરી વાળા ફળિયામાં રહેતો વિપુલ ઉફે ભોલો કમલેશભાઈ પટેલ વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકે ઈપીકો કલમ ૩૭૬ અને પોકસો એકટ ની કલમ( કે) (એલ) ૬ મુજબ ગુનો નોંધાયો હતો. આણંદની સેશન્સ કોર્ટે કેસ ચાલી જતા આણંદ સેશન્સ કોટે વિપુલ પટેલને ૧૦ વર્ષની સખત કેદ સજા અને રૂપિયા ૨ હજાર નો દંડ ફટકાર્યો હતો.
આ ગુનેગાર વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. બાદમાં તેના ૧૪ દિવસ માટે ફર્લો રજા મંજુર થતા તારીખ ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ વચગાળાના જામીન રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. જેને રજા પૂર્ણ થતા તારીખ ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે હાજર થવાનું હતું. પરંતુ તે પોતાની પેરોલ રજા પૂર્ણ થયા બાદ પણ જેલ ખાતે હાજર નહીં થઈને પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે મધ્યસ્થ જેલ વડોદરાના જયુડીશીયલ જેલર બી.આર.પરમારે બોરસદ રૂલર પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.