Print Pack Digital Expoના એક ભાગરૂપે પ્રતિષ્ઠિત પુરસ્કારોની થર્ડ સીઝનનું આયોજન કરવામાં આવ્યું છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ગુજરાત પ્રિન્ટર્સ ડિરેક્ટરી દ્વારા ‘’પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ-૨૦૨૩’’ એનાયત થશે

અમદાવાદ: ગુજરાત પ્રિન્ટર્સ ડિરેક્ટરી દ્વારા અમદાવાદમાં ૨૪ ડિસેમ્બરે પ્રતિષ્ઠિત પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ્સ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ્સ હવે પોતાની થર્ડ સીઝનમાં એવા વ્યક્તિઓ અને સંસ્થાઓની સર્જનાત્મકતાની ઉજવણી કરીને શ્રેષ્ઠ અને પ્રતિભાશાળી પ્રિન્ટિંગ અને ડિઝાઇન કાર્યને માન્યતા આપવાની છે, જે ડિઝાઇન અને ઇનોવેશનની સીમાઓને પ્રોત્સાહન આપવાનો સતત પ્રયાસ કરે છે. 

IMG20231213165111

આ અંગે વાત કરતા ગુજરાત પ્રિન્ટર્સ ડિરેક્ટરીના ડિરેક્ટર નયન રાવલે કહ્યું કે, , “પ્રિંટિંગ અને ડિઝાઇન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય અને પ્રેરણાદાયી નવીનતાને માન્યતા આપવા માટેની અમારી પ્રતિબદ્ધતા અજોડ છે. પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ્સ ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ પ્રતિભાને પ્રદર્શિત કરવા અને તેને સેલિબ્રેટ કરવા માટેનું આ પ્લેટફોર્મ છે. અમે આ પુરસ્કારોની થર્ડ સિઝન શરૂ કરી રહ્યા છીએ અને અત્યાર સુધી ખૂબ સારો પ્રતિસાદ રહ્યો છે.”

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ્સ સમગ્ર કેટેગરીમાં કુલ ૬૫ વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરશે,  જેમાં લોગો (બ્રાન્ડિંગ ડિઝાઇન), કેલેન્ડર, બ્રોશર/કેટલોગ, પેકેજિંગ ડિઝાઇન, સ્ટોલ ડિઝાઇન, વેડિંગ/ઇનવિટેશન કાર્ડ, વેબસાઇટ અભિયાનમાં બેસ્ટ એજન્સી, બેસ્ટ ગ્રાફિક ડિઝાઇનર/એજન્સી, આઉટડોર કેમ્પેઇન એજન્સી, અને ઑનલાઇન ડિજિટલ કેમ્પેઇનમાં શ્રેષ્ઠ એજન્સી, પ્રિન્ટ મીડિયા અભિયાનમાં શ્રેષ્ઠ એજન્સીનો સમાવેશ થાય છે. 

એડવર્ટાઇઝિંગ પ્રોફેશનલ્સ અને પ્રિન્ટિંગ અને ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટની એક પ્રતિષ્ઠિત પેનલ નોમિનેશનની સમીક્ષા કરશે અને વિજેતાઓની પસંદગી કરશે. પ્રિન્ટ-ડિઝાઇન પુરસ્કારો માટે રજિસ્ટ્રેશન ચાલું છે અને ઉદ્યોગ વ્યાવસાયિકો માટે પોતાની કુશળતા દર્શાવવા અને સારી રીતે માન્યતા પ્રાપ્ત કરવા માટે આ એક શ્રેષ્ઠ અવસર પ્રદાન કરે છે.

પ્રિન્ટ-પેક ડિજિટલ એક્સ્પો-૨૦૨૩ના ભાગરૂપે પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે પ્રિન્ટિંગ અને ડિઝાઇન ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ શ્રેષ્ઠને એકસાથે લાવશે. આ એક્સ્પો ઇંક મેન્યુફેક્ચર,  ફાયનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, સ્ક્રીન પ્રિન્ટર્સ, ડિજિટલ પ્રિન્ટર્સ, ડિરેક્ટરીઓ, કેમિકલ મેન્યફેક્ચરર્સ, ડાય મેન્યુફેક્ચરર્સ સહિત એક્ઝિબિટર્સની વિવિધ શ્રેણીનું પ્રદર્શન કરશે. આ એક્સ્પો બધા માટે ઓપન ફોર ઓલ છે.

શ્રી રાવલે વધુમાં કહ્યું કે, “પ્રિન્ટિંગ ઉદ્યોગ સતત વિકસિત થઈ રહ્યો છે અને આધુનિક વિશ્વની માંગને પહોંચી વળવા તૈયાર પણ છે. આ એક્સ્પોને એક અનોખા પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે જ્યાં ઉદ્યોગ વ્યાવસાયિકો નવીનતમ પ્રગતિઓ શોધી શકે છે, મુખ્ય ખેલાડીઓ સાથે શ્રેષ્ઠ પ્રિન્ટિંગ સોલ્યુશન્સ નેટવર્કના સાક્ષી બની શકે છે અને અદ્યતન તકનીકોમાં આંતરદૃષ્ટિ મેળવી શકે છે,”

પ્રિન્ટ પૅક ડિજિટલ એક્સ્પો-૨૦૨૩ એ પ્રિન્ટિંગ અને ડિઝાઇન ઇન્ડસ્ટ્રીમાં મુખ્ય ખેલાડીઓને એકસાથે લાવવા સક્ષમ છે. આ એકસ્પો 24 ડિસેમ્બરે અમદાવાદના ક્લબ O7માં ફોરમ ખાતે યોજાશે.

Share This Article