મુંબઇ : બોલિવુડમાં યુવા પેઢીની લોકપ્રિય અભિનેત્રી પરિણિતી ચોપડા નક્કરપણે માને છે કે બોલિવુડની ફિલ્મોમાં અભિનેત્રીઓ માટે કોમેડી રોલ ખુબ ઓછા લખવામાં આવે છે. વિતેલા વર્ષોમાં અભિનેત્રીઓ માટે સારા રોલ લખવામાં આવતા હતા. જા કે હવે અભિનેત્રી માટે આ પ્રકારના રોલ લખાતા નથી. તેનુ કહેવુ છે કે વર્ષો બાદ રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેઇન કરીને તે ખુબ ખુશ છે. કોમેડી ફિલ્મ તમામ લોકોને પસંદ પડે છે.
આવી સ્થિતીમાં અભિનેત્રીઓ માટે કોમેડી રોલ લખવામાં આવે તેમ તે પોતાની રીતે માને છે. ૨૮ વર્ષીય પરિણિતી હાલમાં અનેક ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં અર્જુન કપુરની સાથે તેની બે ફિલ્મ છે. બીજી બાજુ અક્ષય કુમારની સાથે તે કેસરી નામની ફિલ્મમાં કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે વિતેલા વર્ષોમાં હેમા માલિની, શ્રીદેવી, જુહી ચાવલા, કરિશ્મા કપુર અને અન્ય કેટલીક અભિનેત્રી સારી કોમેડી ફિલ્મો કરી ચુકી છે. જા કે આજે કોમેડી ફિલ્મ અને રોલના અભાવ દેખાઇ રહ્યા છે. પ્રથમ વખત પરિણિતી ચોપડા અજય દેવગનની સાથે જાડી જમાવી ચુકી છે.
પરિણિતી પાસે અન્ય કેટલીક સારી ફિલ્મો પણ છે. જેમા ંતે સુશાંત રાજપુતની સાથે રણ કામ કરી રહી છે. પરિણિતી ચોપડા માને છે કે તેની બહેન પ્રિયંકા ચોપડા બોલિવુડના કલાકારો માટે હવે ગર્વ સમાન બની ગઇ છે. તે હોલિવુડ ફિલ્મો અને અમેરિકી સિરીઝમાં પણ લોકપ્રિય રહી છે.
અભિનેત્રી પરિણિતી ચોપડા કહે છે કે અજય દેવગન જેવા સુપરસ્ટાર સાથે કામ કરીને તે ખુબ ખુશ છે. પરિણિતી ચોપડાની સૌથી વધારે ફિલ્મ અર્જુન કપુરની સાથે છે. જા કે હવે તે અક્ષય કુમાર જેવા સુપર સ્ટાર સાથે કામ કરી રહી છે.