કેનેડામાં વડાપ્રધાન ટ્રૂડોની લોકપ્રિયતામાં ઘટાડો : સર્વે પરથી લગાયું અનુમાન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારત સાથે હાલમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો માટે વધુ એક ખરાબ સમાચાર છે. એક નવા પોલમાં ખુલાસો થયો છે કે કેનેડાના મોટાભાગના લોકો તેમને વડાપ્રધાનપદ પર જોવા માગતા નથી. આમ કેનેડાના પીએમ ટ્રૂડોની લોકપ્રિયતા ઘટી ગઇ છે. Ipsosએ કરેલા સર્વેમાં જણાવાયું છે કે માત્ર ૩૧ ટકા જ કેનેડેનિયન તેમને તેમના નેતા તરીકે ઇચ્છે છે, જ્યારે ૪૦ ટકા લોકો કન્ઝર્વેટિવ હેવીવેઇટ પીએર પોઇલીવરને પીએમ તરીકે જોવા માગી રહ્યા છે. જોકે જાણવાની વાત એ છે કે વિવાદાસ્પદ નેતા જગમીત સિંઘ ૨૨ ટકા સમર્થન સાથે ત્રીજા સ્થળે છે. તેમની લોકપ્રિયતામાં ગત વર્ષના સપ્ટેમ્બરથી ચાર પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. Ipsosના સીઇઓ ડેરેલ બ્રિકરે જણાવ્યું હતું કે આ અંતર દર્શાવે છે કે જો આજે ચૂંટણી યોજાય તો કન્ઝર્વેટિવ્સની સરકાર બની શકે છે. જોકે આ સર્વે છતાં જસ્ટિન ટ્રૂડોને હજુ પણ એવું જ છે કે તેઓ આગામી ચૂંટણીમાં લિબરલ પાર્ટીની આગેવાની સંભાળશે. જોકે ૬૦ ટકા કેનેડિયન માને છે કે તેમણે પાર્ટીની આગેવાની ન કરવી જોઇએ. ગત વર્ષે ડિસેમ્બરમાં આ આંકડો ૫૪ ટકા જ હતો. જોકે પોઇલીવેરની લોકપ્રિયતામાં આશ્ચર્યજનક વધારો થયો હતો. પોલમાં જણાવાયું છે કે પીઇલીવરને ૪૨ ટકા સમર્થન મળ્યું છે. તેની સામે ટ્રુડોને માત્ર ૩૮ ટકા જ સમર્થન છે.

Share This Article