પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીના કારણે ટૂંકા વિરામ બાદ ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમના આગામી એપિસોડ વિશે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે આ મહિનાનો મન કી બાત કાર્યક્રમ ૩૦ જૂન, રવિવારના રોજ નક્કી કરવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદીએ લોકોને My Gov ઓપન ફોરમ, નમો એપ પર લખીને અથવા ૧૮૦૦ ૧૧ ૭૮૦૦ પર સંદેશ રેકોર્ડ કરીને મન કી બાતના ૧૧૧મા એપિસોડ માટે તેમના વિચારો અને ઇનપુટ્સ શેર કરવા વિનંતી કરી.
મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘x ‘ પર એક પોસ્ટમાં કહ્યુંઃ
“ચૂંટણીના કારણે થોડા મહિનાના અંતરાલ પછી, #MannKiBaat પાછી આવી છે તે જણાવતા આનંદ થાય છે! આ મહિનાનો કાર્યક્રમ ૩૦મી જૂન, રવિવારના રોજ થશે. હું તમને બધાને તેના માટે તમારા વિચારો અને ઇનપુટ્સ શેર કરવા માટે આહ્વાન કરું છું. My Gov ઓપન ફોરમ, NaMoએપ પર લખો અથવા તમારો સંદેશ ૧૮૦૦ ૧૧ ૭૮૦૦ પર રેકોર્ડ કરો.”