સિલવાસા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાદરા અને નગર હવેલીના સિલવાસા ખાતે નમો હોસ્પિટલનુ ઉદ્ધાટન કર્યું છે. આ હોસ્પિટલમાં પ્રથમ તબક્કામાં 450 બેડની સુવિધા હશે. રૂ. 460 કરોડના ખર્ચે તૈયાર આ હોસ્પિટલ એડવાન્સ મેડિકલ સેવાઓ પ્રદાન કરવા સજ્જ અદ્ધતન હેલ્થકેર ઈન્સ્ટીટ્યૂશન છે. વડાપ્રધાને જાહેર સેવાઓમાં વધારો તેમજ આરોગ્યની ઝડપી સુવિધાઓના ભાગરૂપે રૂ. 2500 કરોડની વિવિધ જાહેર કલ્યાણ પરિયોજનાઓની પણ જાહેરાત કરી છે. જેમાં નવી હોસ્પિટલ્સ, શાળાઓ અને મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલ સમાવિષ્ટ છે.
મુલાકાત દરમિયાન પીએમ મોદીએ અપકમિંગ હોસ્પિટલના 3ડી મોડલની સમીક્ષા કરી હતી. તેમજ તેના અદ્ધતન મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વખાણ કર્યા હતાં. આ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર મિસો (Misso) રોબોટ રહ્યો હતો. મેરિલના સીઈઓ વિવેક શાહ દ્વારા ની-રિપ્લેસમેન્ટ સર્જરી માટે સજ્જ ભારતનો પ્રથમ એઆઈ સંચાલિત રોબોટ મિસો રજૂ કરવામાં આવ્યો હતો.
મેરિલના સીઈઓ વિવેક શાહે આ અંગે જણાવ્યું હતું કે, ‘મેરિલ ખાતે અમે વર્લ્ડ-ક્લાસ ટેક્નોલોજી સાથે ઈનોવેટિવ વિકસાવવા પ્રતિબદ્ધ છીએ. જે સર્જિકલ પ્રિસિઝનમાં જ નહીં, પરંતુ ક્લિનિકલ રિઝલ્ટમાં સુધારો અને દર્દીની રિકવરીમાં પણ સુધારો કરે છે. એડવાન્સ મેડિકલ ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા તરફના ભારતના પ્રવાસમાં મિસોએ નોંધનીય સફળતા અપાવી છે.’
આ અદ્યતન ટેકનોલોજી ભારતમાં ઓર્થોપેડિક સર્જરીમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે, જે વધુ ચોકસાઇપૂર્વક પરિણામો આપે છે અને દર્દીઓના પરિણામો સુધારો કરે છે.
વડાપ્રધાને ભારતના હેલ્થકેર સેક્ટરને આગળ ધપાવવા ઈનોવેશન અને તકનીકી પ્રગતિમાં ઊંડી રૂચિ વ્યક્ત કરી છે. તેમણે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનાવવા માટે સ્વદેશી તબીબી તકનીકના મહત્વ પર ભાર મૂક્યો હતો. નમો હોસ્પિટલનું લોન્ચિંગ ભારતની મેડિકલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. તે દેશની વર્લ્ડ ક્લાસ હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.