મુંબઈ : મહારાષ્ટ્ર ના મુંબઈ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલ સેતુ પુલ નું ઉદઘાટન કરવામાં આવ્યું, આ પ્રસંગે મહારાષ્ટ્ર ના મુખ્ય મંત્રી, ઉપ મુખ્ય મંત્રી સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અટલ સેતુ ૨૨ કિલોમીટર લાંબો છે, જેમાંથી ૧૬.૫ કિલોમીટરનો પુલ દરિયા પર બનાવવામાં આવ્યો છે અને પુલનો બાકીનો ૫.૫ કિલોમીટર હિસ્સો જમીન પર છે. આ સેતુ છ લેનનો રસ્તો ધરાવે છે તેમજ મુંબઈ શહેરમાં શિવડી અને શિવાજી નગર ખાતે અને નેશનલ હાઈવે-૪મ્ પર ચિરલે ગામ નજીક ઇન્ટરચેન્જ ધરાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી જણાવ્યું હતું કે, અટલ સેતુનું ઉદ્ઘાટન કરતાં આનંદ થાય છે, જે આપણા નાગરિકો માટે ‘ઇઝ ઑફ લિવિંગ’ વધારવામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પુલ મુસાફરીનો સમય ઘટાડવાનું અને કનેક્ટિવિટી વધારવાનું વચન આપે છે, જેનાથી રોજિંદી મુસાફરી વધુ સરળ બને છે.