વડાપ્રધાન મોદી ૫ જૂને સુરત જિલ્લાની મુલાકાતે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પાંચ જૂને સુરત જિલ્લાની મુલાકાત લેવાના છે. પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતે પીએમ મોદી આવવાના છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ લઈને પીએમ આવનાર હોવાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અને દેશની સર્વ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સુરત સ્ટોપેજ પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બની રહ્યું છે. જે પ્રોજેક્ટની સંભવિત કામગીરી નિહાળવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ પાંચ જુનના રોજ આવશે.

Share This Article