માતાના અંતિમ સંસ્કાર થયાની ગણતરીની પળોમાં  પ્રધાનમંત્રી મોદી આ કાર્યક્રમોમાં થયા સામેલ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળને ૭૮૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્‌સની ભેટ આપી. તેમણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં સામેલ થયા. પીએમ મોદી માટે આજનો દિવસ ખુબ દુઃખદ રહ્યો કારણ કે આજે જ પીએમ મોદીના માતા હીરાબાનું રાયસણ ખાતે નિધન થયું. પીએ મોદી ગાંધીનગર પહોંચ્યા અને અંતિમ યાત્રામાં સામેલ થયા. તેમણે હીરાબાના પાર્થિવ દેહને મુખાગ્નિ પણ આપી. જો કે તેઓ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં પણ પછી સામેલ થયા. 

કાર્યક્રમમાં સામેલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદીના માતા હીરાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો. મમતા બેનર્જીએ કહ્યું કે મારી સંવેદનાઓ તમારી સાથે છે. દુઃખની આ ઘડીમાં અમે બધા તમારી સાથે છીએ. માતાથી વધીને કોઈ બીજુ હોઈ શકે નહીં.  મમતા બેનર્જીએ પીએમ મોદીને કાર્યક્રમ નાનો રાખવાની અપીલ પણ કરી.

મમતા બેનર્જીએ કહ્યું કે પ્રધાનમંત્રીજી આજે તમારા માટે દુઃખદ દિવસ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુઃખ સહન કરવાની ક્ષમતા આપે. હું તમને અપીલ કરુ છું કે તમે આ કાર્યક્રમને નાનો રાખો કારણ કે તમે હમણા જ તમારા માતાના અંતિમ સંસ્કાર કરીને આવ્યા છો.  મમતા બેનર્જીએ કહ્યું કે તમારા માટે આજનો દિવસ દુઃખભર્યો છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. તેમણે કહ્યું કે આજ તમે આવવાના હતા પરંતુ માતાના નિધનના કારણે ન આવી શક્યા. પરંતુ તમે વર્ચ્યુઅલી હ્રદયથી અમારી વચ્ચે સામેલ થયા તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું.  પીએમ મોદીએ આપી આ ભેટ જેમાં  પ્રધાનમંત્રી મોદીએ હાવડાને ન્યૂ જલપાઈગુડીથી જોડનારી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી, ૨૫૫૦ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની અનેક સીવર અવસંરચના પ્રોજેક્ટ્‌સનો શિલાન્યાસ કર્યો,  કોલકાતામાં રાષ્ટ્રીય ગંગા પરિષદની બીજી બેઠકની અધ્યક્ષતા, કોલકાતા મેટ્રોની જોકા-તારાતલા પર્પલ લાઈનનું ઉદ્ધાટન અને ડો. શ્યામા પ્રસાદ મુખર્જી- નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનીટેશનનું ઉદ્ધાટન કર્યું. અત્રે જણાવવાનું કે પીએમ મોદીના માતા હીરાબાનું આજે સવારે ૩.૩૦ વાગે નિધન થયું. તેઓ શતાયુ હતા. હીરાબાએ અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. પીએમ મોદી માતાની અંતિમયાત્રામાં સામેલ થયા. પાર્થિવ દેહને કાંધ આપી. અને ભારે હૈયે મુખાગ્નિ આપીને વિદાય આપી. ગુજરાતના ગાંધીનગરના સેક્ટર ૩૦ ખાતે હીરાબાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

Share This Article