પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રોકાણ ભંડોળ, માળખાગત સુવિધા, ઉત્પાદન, ઊર્જા, સ્થાયીત્વ અને લોજિસ્ટિક્સ સહિત વિવિધ ક્ષેત્રોનાં સિંગાપોરનાં અગ્રણી સીઇઓનાં જૂથ સાથે આદાનપ્રદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ પ્રધાનમંત્રી ગેન કિમ યોંગ અને ગૃહ અને કાયદા મંત્રી કે શનમુગમ સિંગાપોરના પ્રધાનમંત્રી કે શનમુગમ સહભાગી થયા હતા.
ભારતમાં તેમના રોકાણની છાપની પ્રશંસા કરતા, વડા પ્રધાને સિંગાપોરના ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં અને ભારત અને સિંગાપોર વચ્ચે આર્થિક સહકારને પ્રોત્સાહન આપવામાં ભજવેલી ભૂમિકાને સ્વીકારી હતી. ભારત સાથે તેમનાં જોડાણને વધુ સરળ બનાવવા પ્રધાનમંત્રીએ સિંગાપોરમાં ઇન્વેસ્ટ ઇન્ડિયા ઓફિસ સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત અને સિંગાપોર વચ્ચેનાં સંબંધોને વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવાથી દ્વિપક્ષીય આર્થિક સંબંધોને પર મોટો વેગ મળશે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતે છેલ્લાં 10 વર્ષમાં પરિવર્તનકારી પ્રગતિ કરી છે અને રાજકીય સ્થિરતા, નીતિગત ભવિષ્યની આગાહી, વેપાર-વાણિજ્યમાં સરળતા અને તેના સુધારાલક્ષી આર્થિક એજન્ડાની તાકાતને ધ્યાનમાં રાખીને આ જ માર્ગે અગ્રેસર રહેશે. તે આગામી કેટલાક વર્ષોમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે. ભારતની પ્રભાવશાળી વિકાસગાથા, કૌશલ્ય ધરાવતા ટેલેન્ટ પૂલ અને બજારની વિસ્તૃત તકો વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભારત વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં 17 ટકા પ્રદાન કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ, ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અને 12 નવા ઔદ્યોગિક સ્માર્ટ સિટીઝની સ્થાપના જેવા કાર્યક્રમો મારફતે વૈશ્વિક વેલ્યુ ચેઇનમાં ભારતની ભાગીદારી વધારવા વિવિધ પહેલો વિશે વાત કરી હતી. તેમણે વ્યાવસાયિક આગેવાનોને કૌશલ્ય વિકાસનાં ક્ષેત્રમાં ભારતમાં રહેલી તકો તરફ ધ્યાન આપવા અપીલ કરી હતી. સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇનની શોધમાં રહેલા વ્યવસાયો માટે પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારત તેની ક્ષમતાને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, ભારત તેમના ત્રીજા કાર્યકાળમાં માળખાગત વિકાસની ગતિ અને વ્યાપમાં વધારો કરશે તથા તેમણે રેલવે, માર્ગ, બંદર, નાગરિક ઉડ્ડયન, ઔદ્યોગિક પાર્ક અને ડિજિટલ કનેક્ટિવિટીનાં ક્ષેત્રોમાં નવી તકો વિશે સીઇઓને જાણકારી આપી હતી.
પ્રધાનમંત્રીએ સિંગાપોરના વ્યાવસાયિક અગ્રણીઓને ભારતમાં રોકાણની તકો જોવા અને દેશમાં તેમની હાજરી વધારવા આમંત્રણ આપ્યું હતું.
બિઝનેસ રાઉન્ડ ટેબલમાં નીચેના બિઝનેસ લીડર્સે ભાગ લીધો હતો
- લીમ મિંગ યાન – ચેરમેન, સિંગાપોર બિઝનેસ ફેડરેશન
- કોક પીંગ સૂન – સીઈઓ, સિંગાપોર બિઝનેસ ફેડરેશન
- ગૌતમ બેનર્જી – ચેરમેન, ઇન્ડિયા એન્ડ સાઉથ એશિયા બિઝનેસ ગ્રૂપ, સિંગાપોર બિઝનેસ ફેડરેશનસેનીયર એમડી અને ચેરમેન, બ્લેકસ્ટોન સિંગાપોર
- લિમ બૂન હેંગ – ચેરમેન, તેમાસેક હોલ્ડિંગ્સ
- લિમ ચાઉ કિઆટ – સીઈઓ, જીઆઈસી પ્રાઈવેટ લિમિટેડ
- પિયુષ ગુપ્તા – ડીબીએસ ગ્રૂપના સીઇઓ અને ડાયરેક્ટર
- ગોહ ચોન ફોંગ – સીઈઓ, સિંગાપોર એરલાઈન્સ
- વોંગ કિમ યીન – સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રૂપ પ્રેસિડેન્ટ અને સીઇઓ
- લી ચી કુન – ગ્રૂપ સીઇઓ, કેપિટાલેન્ડ ઇન્વેસ્ટમેન્ટ
- ઓંગ કિમ પોંગ – ગ્રૂપ સીઇઓ, પીએસએ ઇન્ટરનેશનલ
- કેરી મોક – સીઈઓ,
- બ્રુનો લોપેઝ – એસટી ટેલિમીડિયા ગ્લોબલ ડેટા સેન્ટર્સના પ્રેસિડન્ટ અને ગ્રૂપ સીઇઓ
- સીન ચિઆઓ – ગ્રૂપ સીઇઓ, સુર્બાના જુરોંગ
- યામ કુમ વેંગ – સી.ઈ.ઓ., ચાંગી એરપોર્ટ ગ્રુપ
- યુએન કુઆન મૂન – સીઈઓ, સિંગટેલ
- લોહ બૂન ચાય – સીઈઓ, એસજીએક્સ ગ્રૂપ
- માર્કસ લિમ – કો-ફાઉન્ડર અને સીઈઓ, ઈકોસોફેટ
- ક્વેક ક્વાંગ મેંગ – પ્રાદેશિક સીઇઓ, ભારત, મેપલટ્રી ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ
- લોહ ચિન હુઆ – સીઈઓ અને એડ, કેપ્પેલ લિમિટેડ
- યોંગ ટાટ – ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર, એચટીએલ ઇન્ટરનેશનલ