વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્‌ઘાટન કર્યુ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્‌ઘાટન કર્યુ છે.ગાંધીનગરમાં ૯ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન કુલ ૨ લાખ ચોરસ મીટર વિસ્તારમાં આ ગ્લોબલ ટ્રેડ શો યોજાયો છે.. મેક ઇન ગુજરાત, આર્ત્મનિભર ભારત સહિતની વિવિધ થીમ પર ટ્રેડ શો યોજાઇ રહ્યો છે. જેમાં ૧૦૦ વિઝિટર દેશ, જ્યારે કે ૩૩ દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે ભાગ લેશે. ૫ દિવસ ચાલનારા આ ટ્રેડ શોમાં ૧૦ અને ૧૧ જાન્યુઆરીના રોજ ઉદ્યોગ મુલાકાતીઓ લાભ લેશે. તો ૧૨ અને ૧૩ જાન્યુઆરી દરમિયાન જાહેર જનતા લાભ લઇ શકશે.. ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્‌સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, પોર્ટ્‌સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવશે.. ગ્લોબલ ટ્રેડ શોની વિશેષતા જણાવીએ તો, આધારીત સેવાઓ ક્ષેત્રના સંશોધનો અને સિદ્ધિઓની માહિતી આપવામાં આવશે. રાજ્યના વૈવિધ્યપૂર્ણ અને ભાતિગળ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન ટ્રેડ શોમાં કરાશે. ૩૫૦થી વધુ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સ્ટોલની ફાળવણી કરાઇ છે. ઇ-મોબિલિટી પેવેલનિયન દ્વારા ભાવિ પરિવહનનું અનાવરણ કરાશે.. બ્લ્યૂ ઇકોનોમિ પેવેલિયનમાં દરિયાઇ ઉદ્યોગોના વિકાસનું પ્રદર્શન યોજાશે. નોલેજ ઇકોનોમી અને સ્ટાર્ટઅપ ડોમમાં ઉભરતા સાહસોનું નિદર્શન કરાશે. સાથે જ આર્ત્મનિભર ભારતને ગતિશિલ બનાવતા ઔધોગીક સાહસોનું પ્રદર્શન પણ યોજાશે. આમ ગ્લોબલ ટ્રેડ શોમાં વિકસીત ભારતનું ચિત્ર રજૂ કરાશે.

Share This Article