નવીદિલ્હી : PM નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ અંગે સુપ્રીમ કોર્ટના ર્નિણયનું સ્વાગત કર્યું છે. પીએમ મોદીએ આજે એટલે કે, સોમવારે એક હેશટેગ સાથે ટિ્વટ કર્યું હતું. તેમણે #NayaJammuKashmir હેશટેગ સાથે કહ્યું કે, કલમ ૩૭૦ નાબૂદ કરવા અંગેનો સુપ્રીમ કોર્ટનો ર્નિણય ઐતિહાસિક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ લખ્યું કે, આ જમ્મુ, કાશ્મીર અને લદ્દાખમાં આપણી બહેનો અને ભાઈઓ માટે આ આશા, પ્રગતિ અને એકતાની એક શાનદાર ઘોષણા છે. અદાલતે તેના ગહન જ્ઞાનથી, એકતાના મૂળ સારને મજબૂત બનાવ્યો છે, જેને આપણે ભારતીયો તરીકે, બીજા બધાથી ઉપર પ્રિય માનીએ છીએ. PMમોદીના આ હેશટેગનો અર્થ એવો છે કે, હવે જમ્મુ-કાશ્મીરની સીમા છે તે બદલવાની છે. એટલે કે જેવી રીતે લદ્દાખ જમ્મુ-કાશ્મીરથી અલગ થયું. આ ઉપરાંત નયા જમ્મુ-કાશ્મીરનો મતલબ એવો પણ થઈ શકે છે કે, હવે અન્ય રાજ્યોની જેમ તેમાં પણ વિકાસ થશે.. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટ્યા બાદ ત્યાં યG20 ની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ફિલ્મોના શૂટિંગ પણ થઈ રહ્યા છે. આગામી સમયમાં POK ને લઈને પણ કોઈ સમાચાર આવી શકે અને તેને પણ જમ્મુ-કાશ્મીરનો ભાગ બનાવવામાં આવી શકે છે. આ હેશટેગનો સાચો અર્થ શું થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સુપ્રીમ કોર્ટના આ ર્નિણયને આવકાર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર કહ્યું કે, હું ભારતની માનનીય સુપ્રીમ કોર્ટના કલમ ૩૭૦ નાબૂદ કરવાના ર્નિણયને યથાવત રાખતા ર્નિણયનું સ્વાગત કરું છું. લોકસભામાં અમિત શાહે કહ્યુ હતું કે, આતંકવાદના કારણે ૮૫ ટકા લોકોના મોત ઓછા થયા છે. આ ઉપરાંત તેમણે કહ્યુ હતું કે, વર્ષ ૨૦૨૫ સુધીમાં જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદ સંપૂર્ણપણે ખતમ થઈ જશે.