વડાપ્રધાન મોદી પોતાની આગવી ઓળખની સાથે સાથે વૈશ્વિક નેતાઓ સાથેની તેમની મિત્રતા માટે પણ જાણીતા છે. શિન્ઝો આબે , બરાક ઓબામા, બેન્જામિન નેતન્યાહુ જેવા વૈશ્વિક નેતાઓ તેના ખાસ મિત્રોમાંથી એક છે. વડાપ્રધાન મોદી ખાસ મિત્ર એવા બેન્જામિન નેતન્યાહુ ફરી એકવાર ઈઝરાયેલના વડપ્રધાન બની ગયા છે. આજે ગુરુવારના રોજ તેમણે નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ છઠ્ઠીવાર ઈઝરાયેલના વડપ્રધાન બન્યા છે, બેન્જામિન નેતન્યાહુ ઈઝરાયેલના સૌથી વધારે સમય સુધી વડાપ્રધાન બન્યા છે. બેન્જામિન નેતન્યાહુ વડાપ્રધાન મોદીએ તેમને ટિ્વટ કરીને શુભેચ્છા પાઠવી હતી. બેન્જામિન નેતન્યાહુની સરકારમાં દક્ષિણપંથી ઘટક દળ પણ સામેલ છે.
બેન્જામિન નેતન્યાહુને ઈઝરાયેલની સંસદ નેસેટમાં ૧૨૦ સદસ્યોમાંથી ૬૪ સદસ્યોનું સમર્થન મળ્યુ છે. એવી સંભાવના પણ છે કે આ દેશની મોટા ભાગની જનતા આ સરકારથી અસહમત અને નિરાશ રહેશે. ઈઝરાયેલના વડપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ભારતના વડાપ્રધાન મોદી વર્ષોથી સારા મિત્રો રહ્યા છે. ભારત અને ઈઝરાયેલના સંબંધનો મજબૂત બનાવવામાં આ બંને નેતાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વડાપ્રધાન મોદી એ ટિ્વટર પર અંગ્રેજી અને ઈઝરાયેલી ભાષામાં નવા ઈઝરાયેલના વડપ્રધાન બેન્જામિન નેતન્યાહુને શુભેચ્છા પાઠવી હતી. બેન્જામિન નેતન્યાહુની સરકારમાં અતિ કટ્ટરપંથીઓ દ્વારા સમર્થિત લિકુદ પાર્ટી, યૂનાઈટેડ તોરા જુદૈજ્મ, દક્ષિણપંથી ઓત્જમા યેહુદિત, રિલિજિય જીયોનિસ્ટ પાર્ટી અને નો આમ પાર્ટી સામેલ છે. નવી સરકારના શપથ-ગ્રહણ પહેલા નેસેટમાં બેન્જામિન નેતન્યાહુ એ પોતાના સંબોધનમાં કહ્યુ કે, તેમની સરકાર ત્રણ રાષ્ટ્રીય લક્ષ્યો પર કામ કરશે. પહેલુ આખા દેશમાં બુલેટ ટ્રેન દોડાવવી, અબ્રાહમ સંધિઓમાં બીજા અનેક દેશોને જોડવા અને ઈરાનને પરમાણ હથિયાળો તરફ વધતા અટકાવવું.