અમદાવાદઃ ભારત અને અમદાવાદ માટે ગર્વની ક્ષણ છે, અમદાવાદની રિવરસાઇડ સ્કૂલમાં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થિની અનિકા તોદી બહેરીનમાં યોજાનાર ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન (ISF) ગેમ્સ 2024માં ક્વોલિફાઇડ થઇ અને તેમાં ભાગ લઇ સૌથી નાની વયની ભારતીય કિશોરી બનીને ઇતિહાસ સર્જ્યો છે.
અનિકાએ ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટમાં શોટ પુટ અને ભાલા ફેંકમાં ભાગ લઇ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. 18 વર્ષ સુધીના એથ્લેટ્સ સામે સ્પર્ધા કરવા છતાં અનિકાએ ભાલા ફેંકમાં ટોચના 8 અને શોટ પુટમાં ટોચના 10માં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ISF ગેમ્સ 2024માં 60થી વધુ દેશોના 5400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ISF ગેમ્સએ વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી આંતરરાષ્ટ્રીય રમતગમતની ઇવેન્ટ છે, જે અનિકા તોદી જેવા યુવા એથ્લેટ્સને વૈશ્વિક મંચ પર પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.