ગાંધીનગરમાં ‘પ્રાઇડ એલીટ’ હોટલ લોન્ચ કરાઈ, જાણો મહેમાનોને કઈ કઈ સુવિધાઓ મળશે?

Rudra
By Rudra 4 Min Read

ગાંધીનગર: પ્રાઇડ હોટેલ્સ લિમિટેડે, એકાર્થ ગ્રુપ સાથે ભાગીદારીમાં, ‘પ્રાઇડ એલીટ ગાંધીનગર’ના ભવ્ય શુભારંભની જાહેરાત કરી છે. ભારતની સૌથી ઝડપી ઘરેલુ હોસ્પિટાલિટી ચેઇનમાં સામેલ, પ્રાઇડ હોટેલ ગ્રુપે, આ નવા લોન્ચીંગ સાથે ગુજરાત અને અમદાવાદ-ગાંધીનગર ક્ષેત્રમાં ગ્રુપની હાજરીને વધુ મજબૂત બનાવી છે. ‘

આ પ્રસંગે, પ્રાઇડ હોટેલ્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અતુલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “પ્રાઇડ એલીટ ગાંધીનગરનું લોન્ચિંગ, એ અમારી વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. ઉત્તમ વહીવટી વ્યવસ્થા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ અને પ્રવાસન પહેલ દ્વારા સંચાલિત, ગાંધીનગર ઝડપથી એક ખાસ વિકસિત સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. અમે આ પ્રદેશમાં ગુણવત્તાયુક્ત હોસ્પિટાલિટી(આતિથ્ય) માટે મજબૂત સંભાવનાઓ જોઈ રહ્યા છીએ. આ નવો ઉમેરો, ઝડપી અને ઊંછો ગ્રોથ ધરાવતા બજારોમાં અમારી હાજરીને મજબૂત બનાવવાની અમારી વ્યૂહરચના દર્શાવે છે. આની સાથે જ, તે મહેમાનોને ભરોસાપાત્ર સર્વિસ, સારા લોકેશન પર સ્થિત હોટલ અને ઈરાદાપૂર્વક ડિઝાઇન કરેલા અનુભવો પ્રદાન કરે છે.”

પ્રાઇડ એલીટ ગાંધીનગરમાં 72 શાનદાર સુસજ્જિત રૂમ છે, જે આધુનિક કાર્યક્ષમતા, અસાધારણ આરામ અને શુદ્ધ ભવ્યતાને સંતુલિત કરવા માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યા છે. હોટેલની સ્વાદિષ્ટ વાનગીઓ એક ખાસ આકર્ષણ છે, જેનું નેતૃત્વ કાસાબ્લાન્કા કરે છે. તે એક વિશિષ્ટ ટ્રેન-થીમ આધારિત, શુદ્ધ શાકાહારી ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ છે, જે આરામદાયક વાતાવરણમાં વિશ્વ સ્તરીય મનપસંદ અને પ્રાદેશિક સ્વાદોને એકસાથે લાવે છે. આની સાથે જ, અહીં શાનદાર કાફે પ્રાઇડ પણ છે, જે આખો દિવસ ખુલ્લું રહેતું એક જીવંત ડાઇનિંગ ડેસ્ટિનેશન છે, જેમાં છત પર બેસીને ખાવાનો રોમાંચક ડાઇનિંગ અનુભવ મળે છે. અહીં બુફે અને અ લા કાર્ટે ફોર્મેટ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પીરસવામાં આવે છે, જેમાં વૈશ્વિક અને પ્રાદેશિક ભોજન પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.

આ ઉપરાંત, હોટેલમાં અનેક પ્રકારના બેંકવેટ અને ઇવેન્ટ સ્પેસ છે, જે તેને સોશ્યલ ગેધરિંગ, કોર્પોરેટ મીટિંગ્સ અને ઉજવણીઓ માટે એક આદર્શ સ્થળ બનાવે છે. આમાં વિભિન્ન પ્રસંગો માટે એક ખાનગી ડાઇનિંગ રૂમ અને ભવ્ય ઈવેન્ટ પ્રોગ્રામ અને લગ્ન દિવસના સેટઅપ માટે રચવામાં આવેલા, એક વિશાળ ઓપન-એર રૂફટોપ વેન્યૂ પણ સામેલ છે. એક યુનિક અનુભવાત્મક તત્વનો ઉમેરો કરતા, રૂફટોપ ડાઇનિંગ એરિયામાં ટેબલ સેટઅપ સાથે જેકુઝી છે, જેને કેન્ડલ લાઈટ ડીનર, ડેટ નાઇટ્સ અને હલ્દી સમારંભો અથવા બેચલરેટ ઇવેન્ટ્સ જેવી ખાસ ઉજવણીઓ માટે ક્યુરેટ કરવામાં આવ્યું છે, જે ખરેખર, મહેમાનો માટે યાદગાર ક્ષણો બનાવે છે.

કંપનીના ગુજરાત, હૈદરાબાદ, ગોવા અને તેલંગાણાના એસોસિયેટ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી કૌસ્તુવ મુખર્જીએ જણાવ્યું હતું કે, “ગુજરાત, એ પ્રાઇડ હોટેલ્સ લિમિટેડ માટે પ્રાથમિકતા ધરાવતું બજાર છે. ખાસ કરીને ગાંધીનગર સિટી તેના પ્રશાશનિક મહત્વ, સાંસ્કૃતિક ઊંડાણ અને અમદાવાદની નજીક હોવાને કારણે અનોખું મહત્વ ધરાવે છે. પ્રાઇડ ઐલીટ ગાંધીનગરને બિઝનેસ અને લેઝર ટ્રાવેલર્સની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં મજબૂત F&B ઓફરિંગ અને વર્સેટાઈલ ઇવેન્ટ સ્પેસ છે, જે શહેરની વધતી જતી માંગને પૂરી કરે છે.”

પ્રાઇડ એલીટ’, પ્રાઇડ હોટેલ્સની અમદાવાદના નજીકના વિસ્તારમાં બીજી મેનેજ્ડ પ્રોપર્ટી છે. આ પહેલાં, પ્રાઇડ દ્વારા બિઝનોટેલ, મોટેરાની સફળતાપૂર્વક શરૂઆત કરવામાં આવી હતી. આ નવી પ્રાઇડ એલીટ’ હોટલની શરૂઆત, ગતિશીલ શહેરી અને ઉભરતા વિસ્તારોમાં, બ્રાન્ડના કાળજીપૂર્વકના વિસ્તરણને આગળ વધારે છે.

‘ પ્રાઇડ એલીટ’ ગાંધીનગરના લોન્ચ સાથે હવે પ્રાઇડ હોટેલ્સ લિમિટેડ, ગુજરાતમાં 19 હોટલોનું સંચાલન કરી રહી છે. આ વિસ્તરણ, ઝડપથી વૃદ્ધિ ધરાવતા બિઝનેસ કોરિડોર અને વહીવટી કેન્દ્રોમાં બજારમાં પ્રવેશની ગ્રુપની વ્યૂહરચના પર કેન્દ્રિત છે. ગાંધીનગરમાં વિશેષ સ્થળ પર આવેલી, આ હોટેલ બિઝનેસ પ્રવાસીઓ, સરકારી અધિકારીઓ, MICE જૂથો અને લેઝર મહેમાનોને સર્વિસ આપવા માટે ખૂબ જ ઉત્તમ છે. તે મોર્ડન જગ્યાઓ, સર્વોત્તમ સેવાઓ અને મુખ્ય વ્યાપારી અને નાગરિક કેન્દ્રો સુધી અવરોધ વગર સરળ ઍક્સેસ પ્રદાન કરે છે.

આ લોન્ચીંગ સાથે, પ્રાઇડ હોટેલ્સ લિમિટેડ, ભારતના મુખ્ય સ્થળો પર ગુણવત્તાયુક્ત, ફુલ-સર્વિસ હોસ્પિટાલિટી ઉપલબ્ધ કરાવવાના તેના વિઝનને ફરીથી સુનિશ્ચિત કરે છે. પ્રાઇડ ઐલીટ ગાંધીનગર, એ રોકાવા માટે તેમજ ભોજન અને ઉજવણી માટે એક મોર્ડન ઉત્તમ સ્થાન છે. તે આ ગ્રુપના ઉષ્માભર્યા ભારતીય આતિથ્યના વારસાને જાળવી રાખવા સાથે, આ પ્રદેશના વધતા હોસ્પિટાલિટી લેંડસ્કેપમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

Share This Article