મુંબઈ: ખાદ્યાન્ન તેલની કિંમતમાં ટૂંકા ગાળામાં જ પાંચ રૂપિયા પ્રતિકિલો સુધીનો વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ડોલર સામે રૂપિયામાં અવમુલ્યન અને ક્રૂડ ઓઇલની ઉંચી કિંમતના પરિણામ સ્વરુપે ખાદ્ય તેલની કિંમતમાં તહેવારના દિવસોમાં પ્રતિ કિલો પાંચ રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે. બેંચમાર્ક બુરસા મલેશિયનને લઇને કિંમતોમાં વધારો થયા બાદ આની અસર જાવા મળી શકે છે. આયાત અને નિકાસ દેશો દ્વારા વેપાર નિયંત્રણો લાગૂ કરવામાં આવી રહ્યા છે જેના પરિણામ સ્વરુપે કિંમતોમાં વધારો થશે. હાલમાં રિફાઈન્ડ સોયા તેલ, એરંડા તેલ અને સૂર્યમુખી તેલની કિંમતો નીચી રહી છે.
કારણ કે, સીપીઓ કિંમતો હાલમાં અનેક વર્ષોની નીચી સપાટીએ રહી છે પરંતુ હવે ફરી એકવાર આમા વધારો થઇ શકે છે. ભારતમાં ખાદ્યાન્ન તેલની કિંમતો આ વર્ષે નીચી રહી છે. માંગમાં વધારો થયો હોવા છતાં અને ઇન્ડોનેશિયા અને આર્જેન્ટીના જેવા દેશો તરફથી આયાત વધી હોવા છતાં ખાદ્યાન્ન તેલની કિંમતો નીચી રહી છે. ભારત સ્થાનિક માંગ પૈકી ૨૫ મિલિયન ટનની ૮૭ ટકા માંગ આયાથી પૂર્ણ કરે છે. વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે અસર થઈ શકે છે.