માનવી ધરતીના સંશાધનોને એટલી ઝડપથી ખતમ કરી રહ્યો છે કે તેની ક્ષતિપૂર્તિ કરવાની બાબત તેના માટે શક્ય જ નથી. આ બાબતને અમે સિદ્ધાંતની દ્રષ્ટિથી પહેલાથીજ જાણીએ છીએ. જો કે આંતરરાષ્ટ્રીય રિસર્ચ સંગઠન ગ્લોબલ ફુટપ્રિન્ટ નેટવર્ક દ્વારા વાજબી અને સત્તાવાર રીતે ગણતરી કરીને હવે કહ્યુ છે કે વિચાર કર્યા વગર આડેધડ સંશાધનોના ઉપયોગના કારણે પૃથ્વીના સંશાધનોને અમે ઝડપથી ખતમ કરી રહ્યા છીએ. આ સંશાધનો હવે ખતમ થવાની નજીક છે. આ તારીખ પણ હવે નજીક પહોંચી રહી છે. જીએફએનના પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે પૃથ્વી દર વર્ષે પોતાના સંશાધનોના કેટલાક હિસ્સાને પુર્નિમિત કરી શકે છે. સાથે સાથે માનવી તેની આ ક્ષમતા કરતા કેટલા વધારે પ્રમાણમાં સંશાધનોનુ નુકસાન કરી રહ્યા છે.
આ સિલસિલો ૧૯૭૦ના દશકથી શરૂ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદના કેટલાક અપવાદના વર્ષોને બાદ કરતા દર વર્ષે ઉલ્લંઘનની હદ વધી રહી છે. ૨૦ વર્ષ પહેલા સ્થિતી એ હતી કે વર્ષ ભરના સંશાધનો ના ક્વોટાને ૩૦મી સપ્ટેમ્બરના દિવસે પૂર્ણ થઇ જતા હતા. આ તારીખને ઓવરશુટ ડે તરીકે ગણવામાં આવે છે. દસ વર્ષમાં આ તારીખ હવે ખસીને ૧૫મી ઓગષ્ટ સુધી પહોંચી ગઇ છે. આ વર્ષે ગયા વર્ષની તુલનામાં બે દિવસ પાછળ છે અને તારીખ પહેલી ઓગષ્ટ થઇ ગઇ છે. એટલે કે સાલના બાકીના પાંચ મહિનામાં જે સંશાધનોનો ઉપયોગ કરવામાં આવશે તે સંશાધન ભવિષ્ય માટે લેવામાં આવનાર સંશાધન તરીકે રહેશે. કહેવા માટેની કોઇ જરૂર નથી કે ભવિષ્યની કિૅંમત પર વર્તમાનને ચકાચક બનાવી રાખવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આ વૃતિ સર્વનાશના પળને ઝડપથી અમારી નજીક લાવી રહી છે. સારી બાબત એ છે કે આ પ્રક્રિયા હજુ સુધી બેકાબુ થઇ નથી. સાવધાનીપૂર્વક જો આગળ વધવામાં આવે તો આ ગતિવિધીને રોકી શકાય છે. કારણ કે સંશાધનોનો ઉપયોગ સીધી રીતે અમારા વિકાસ સાથે અને તેની ગતિ સાથે જોડાયેલા છે. જેથી જેમ જ વિકાસની ગતિ કોઇ કારણસર ધીમી પડે છે ત્યારે આ મોરચે રાહત મળવા લાગી જાય છે. વર્ષ ૨૦૦૭-૦૮ની મંદીના કારણે ઓવરશુટ ડેને પાંચ દિવસ આગળ ધકેલી દેવામાં સફળતા મળી હતી. પરંતુ કયાં દેશની કઇ સરકાર મંદીને આમંત્રણ આપવા ઇચ્છશે. રોજી રોજગાર, કામ ધંધા, વિકાસ તો તમામ લોકોને જોઇએ છે. પરંતુ સરકારો જીડીપીની ગણતરી કરતી વેળા કેટલીક બાબતોને ધ્યાનમાં રાખે તે જરૂરી છે. સંશાધનોનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તે સમયની જરૂરિયાત છે. આવનાર સમયમાં આ મામલે જનજાગૃતિ પણ જગાવવા માટેની જરૂર દેખાઇ રહી છે. પૃથ્વીના સંશાધનોને આડેધડ ઉપયોગ ન કરવામાં આવે તે મામલે નિષ્ણાંતો સમય સમય પર કહેતા રહ્યા છે. જો કે વિકાસની કિંમત પર આ તમામ બાબતો થઇ રહી છે જે નુકસાનકારક સાબિત થઇ શકે છે. પૃથ્વીના સંશાધનોને જાળવી રાખવા માટેના તમામ પ્રયાસ યુદ્ધના ધોરણો હાથ ધરવાની જરૂર છે.