ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૮૦ દ્વારા પદાધિકારનો ઉપયોગ કરી અને પ્રધાનમંત્રીની સલાહથી રાષ્ટ્રપતિએ ચાર સભ્યોને રાજ્ય સભા માટે નામાંકિત કર્યા છે.
કોણ છે આ ચાર સભ્યોઃ
- રામ શકલઃ તેઓ વિખ્યાત જનનેતા તથા ઉત્તર પ્રદેશના જન પ્રતિનિધિ છે, જેઓએ પોતાનું જીવન દલિત સમુદાયના કલ્યાણને સમર્પિત કર્યું છે. તેઓ ખેડૂત નેતા છે તથા ત્રણ વાર ઉત્તર પ્રદેશના રોબર્ટ્સગંજ સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
- રાકોશ સિન્હાઃ એક પ્રતિષ્ઠિત અને વિખ્યાત લેખક રાકેશ સિન્હા દિલ્હી સ્થિત થિંક ટેંક-ઇંડિયા પોલિસી ફાઉંડેશનના સંસ્થાપક તથા નિદેશક છે. દિલ્હી વિશ્વવિદ્યાલયના મોતી લાલ નેહરૂ મહિવિદ્યાલયના પ્રોફેસર છે તથા હાલમાં ભારતીય સામાજીક વિજ્ઞાન સંશોધન પરિષદના સભ્ય પણ છે.
- રઘુનાથ મહાપાત્રઃ તેઓ પત્થર પર નકાશી કામ સાથે જોડાયેલ આંતરરાષ્ટ્રીય પ્રતિભા છે. તેઓ ૧૯૫૯થી તેનો અભ્યાસ કરી રહ્યાં છે અને ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને તાલિમ આપી ચૂક્યા છે. તેમણે પારંપરિક વાસ્તુ શિલ્પો તથા પ્રાચીન સ્મારકોના પરીક્ષણમાં યોગદાન આપ્યું છે.
- સોનલ માનસિંહઃ તેઓ ભારતીય શાસ્ત્રીય નૃત્યના સૌથી અગ્રણી પ્રતિનિધિઓ પૈકી એક છે. તેઓ છ દાયકાથી વધુ સમયથી ભરતનાટ્યમ તથા ઓડિશીનું પ્રદર્શન કરતાં આવ્યા છે. તેઓ પ્રખ્યાત નૃત્ય નિર્દેશક, શિક્ષક, વક્તા તથા સામાજિક કાર્યકર્તા પણ છે.