ત્વચા માટે પોષક તત્ત્વો પુરા પાડવાની તેની ફિલોસોફી તરફ આગળ વધવાના ઉદ્દેશ્ય સાથે, દેશની અગ્રણી એફએમસીજી ડાયરેક્ટ સેલિંગ કંપનીઓમાંની એક, એમ્વે ઇન્ડિયા એ એક વિશિષ્ટ શ્રેણી શરૂ કરી છે જે તમામ લોકોની સ્કિનકેર જરૂરિયાતોને પુરી કરે છે. આર્ટિસ્ટ્રી સ્કિન ન્યુટ્રિશન™ દ્વારા રજૂ કરાયેલ બેલેન્સિંગ અને હાઇડ્રેટિંગ રેન્જમાં વિશિષ્ટ ઘટકોનું મિશ્રણ છે જે ત્વચાને સંતુલિત કરવા અને હાઇડ્રેટ કરવા માટે સાથે કામ કરે છે, અને આમ, ત્વચાની તાજું અને જુવાન દેખાવ પ્રદાન કરે છે. ન્યુટ્રીલાઈટ™ ફાર્મ્સમાંથી છોડ આધારિત વનસ્પતિઓથી સમૃદ્ધ, હાઇડ્રેટિંગ અને બેલેન્સિંગ રેન્જ ક્લીનીકલી ટેસ્ટ કરાયેલ વીગન સ્કિનકેર લાઇન છે, જેમાં કોઈ પ્રાણીઓના ઘટકો નથી[1] અને તે પેરાબેન્સ, થલેટ્સ, સલ્ફેટ સર્ફેક્ટન્ટ્સ અને પ્રાણીમાંથી મેળવેલા ઘટકોથી મુક્ત છે. અદ્યતન સ્કિન સાઇન્સની મદદથી બનાવવામાં આવેલ આ શ્રેણીઓ વિશિષ્ટ સ્કિનકેર કોમ્પ્લેક્સથી ભરેલી છે જે વૃદ્ધત્વના દેખાતા ચિહ્નોને વિલંબિત કરીને ત્વચાની નેચરલ ડિફેન્સ સિસ્ટમને 350%[2] વધારે છે.
નવી સ્કિનકેર રેન્જ વિશે વાત કરતા અજય ખન્નાએ, સીએમઓ, એમ્વે ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, “ભારત એક વિશાળ અને ગતિશીલ યુવાઓવાળો દેશ છે, જેમાં 65% થી વધુ વસ્તી યુવાનો ધરાવે છે. આ વધતી જતી યુવાનોની વસ્તી વચ્ચે, સ્કિનકેર એક નોંધપાત્ર ટ્રેન્ડ તરીકે ઉભરી આવ્યું છે, જેમાં 87%[3] વસ્તી ત્વચાના સ્વાસ્થ્ય પર ખુબ ધ્યાન આપે છે. જો કે, આ હોવા છતાં, 43%[4] યુવાન લોકો શુષ્ક ત્વચાની સમસ્યાઓનો અનુભવ કરે છે જ્યારે 42%[5] તૈલી-ત્વચાવાળા ગ્રાહકો તંદુરસ્ત ત્વચા પ્રાપ્ત કરવા માટે આદર્શ ઉકેલ શોધવા માટે સંઘર્ષ કરવાનું ચાલુ રાખે છે. આ પરિબળોને ધ્યાનમાં લઈને અને ન્યુટ્રિલાઈટના 90 વર્ષના અનુભવ સાથે, પોષણમાં અમારી વૈશ્વિક કુશળતાનો લાભ લઈને અમે અમારા ન્યુટ્રિલાઈટ ફાર્મ્સમાંથી પ્રભાવશાળી વનસ્પતિઓ સાથે, આર્ટિસ્ટ્રી સ્કિન ન્યુટ્રિશન™ ના બીજા તબક્કાને, સાત ઉત્પાદનોની હાઈડ્રેટિંગ અને બેલેન્સિંગ રેન્જ સાથે રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ, જે યુવાનો અને મોટા પ્રમાણમાં ગ્રાહકોની ત્વચાની જરૂરિયાતોને પુરી કરવા માટે બનાવવામાં આવેલ છે.”
તેમણે આગળ કહ્યું, “હાલના સર્વેક્ષણ મુજબ, આજે 30% પુરુષો તેમની સ્કિનકેર રૂટીનને વિસ્તૃત કરવા અને નવા ઉત્પાદનો અજમાવવા માટે તૈયાર છે. આ આંકડાઓ પ્રોત્સાહક છે, કારણ કે તે અમને નવા રસ્તાઓ શોધવાની અને અમારી ઉત્પાદનોની શ્રેણીને વિસ્તૃત કરવાની આકર્ષક તક આપે છે. આર્ટિસ્ટ્રી સ્કિન ન્યુટ્રિશન™ હેઠળની નવી હાઇડ્રેટિંગ અને બેલેન્સિંગ રેન્જ અમારી હાલની એન્ટિ-એજિંગ રેન્જને અનુરૂપ બનાવવામાં આવેલ છે, જે તમામ ઉંમર અને જાતિઓની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવેલ છે.
આર્ટિસ્ટ્રી સ્કિન નુટ્રિશન વિશે™
આર્ટિસ્ટ્રી™ વૈજ્ઞાનિકોની શોધ મુજબ જ્યારે ત્વચાને શુદ્ધ કરવા, સંતુલિત કરવા, રીબીલ્ડ કરવા, મોઇશ્ચરાઇઝ કરવા અને સુરક્ષિત કરવા માટે ત્વચાના 5 મુખ્ય પોષકની આવશ્યકતાઓ પર ધ્યાન આપવામાં આવે, ત્યારે ત્વચા તંદુરસ્ત દેખાય છે. બેલેન્સિંગ સોલ્યુશન સેટ, સંતુલનનો અભાવ હોય તેવી તૈલી અને ચળકતી ત્વચાને સ્વસ્થ બનાવે છે અને હાઇડ્રેટિંગ સોલ્યુશન સેટ ડિહાઈડ્રેટેડ, શુષ્ક, ખરબચડી અને વૃદ્ધત્વના દૃશ્યમાન/પ્રારંભિક ચિહ્નોવળી ત્વચાને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
ન્યુટ્રિલાઇટ ફાર્મમાંથી વનસ્પતિઓથી સમૃદ્ધ આર્ટિસ્ટ્રી સ્કિન નુટ્રિશન અંગે
- બેલેન્સિંગ જેલી ક્લીન્સર
- હાઇડ્રેટિંગ મૌસ ક્લીન્સર
- હાઇડ્રેટિંગ ટોનર
• બેલેન્સિંગ શેક ટોનર – વિચ હેઝલ અને વ્હાઇટ ચિયા લિપોસોમ
• મેટ ડે લોશન એસપીએફ 30 – મીડોઝવીટ અને પોમેગ્રેનેટ એક્સટ્રેક્ટ
• એસપીએફ 30 સાથે હાઇડ્રેટિંગ ડે લોશનમાં પોમેગ્રેનેટ એક્સટ્રેક્ટ હોય છે
• હાઈડ્રેટિંગ આઈ ક્રીમમાં ક્વિનોઆ સીડ એક ગ્રેઈન એક્સટ્રેક્ટ અને પોમેગ્રેનેટ એક્સટ્રેક્ટ હોય છે
રૂ. 1700 થી રૂ. 3300 ની રેન્જમાં ઉપલબ્ધ, આર્ટિસ્ટ્રી સ્કિન ન્યુટ્રિશન બેલેન્સિંગ અને હાઇડ્રેટિંગ સોલ્યુશન સેટ સમગ્ર ભારતમાં એમવે ડાયરેક્ટ સેલિંગ પાર્ટનર્સ દ્વારા વિશિષ્ટ રીતે વેચવામાં આવે છે, અને વધુ જાણવા માટે, કંપનીની વેબસાઇટ www.amway.in ની મુલાકાત લો.